ગુજરાત/ ‘હર ઘર દસ્તક’અંતર્ગત રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ રસીકરણની મેગાડ્રાઈવ યોજાશે

જે અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકૂળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી  રહી છે

Rajkot Gujarat
Untitled 9 'હર ઘર દસ્તક’અંતર્ગત રાજકોટ જિલ્લામાં ત્રણ દિવસ રસીકરણની મેગાડ્રાઈવ યોજાશે

    રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હતી. જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોના કેસ નિયંત્રણમાં લાવવા અથાગ પ્ર્યતનો કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત સમગ્ર દેશમાં  વેકસીનેશન કરવામાં આવી રહ્યું છે.  ત્યારે સરકારેદ્વારા ત્રીજી લહેરથી બચવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા હર ઘર દસ્તક કાર્યક્રમ  હાથ ધરાયો છે.. જે અંતર્ગત આરોગ્ય તંત્ર દ્વારા 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો વેક્સિન આપવાની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરીને વેગ આપવા વધુમાં વધુ લોકોને ઝડપી રસીકરણનો લાભ મળી રહે તે હેતુથી આરોગ્યની ટીમ લોકોના ઘર ઘર જઈ રસીકરણની કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો:દરોડા / મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાડ્યા દરોડા,વિભાગમાં ફફડાટ,બદલીના આદેશ…

 જે અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં અને વાડી વિસ્તારમાં મજૂરીકામ કરતાં કામદારોને એક પણ દિવસની રજા રાખવી ન પડે તે માટે મોબાઈલ ટીમ બનાવી તેઓની અનુકૂળતા મુજબ રસીકરણની કામગીરી કરવામાં આવી  રહી છે . શહેરી વિસ્તારમાં રાત્રિના સમયે પણ રસીકરણ કામગીરી કરવામાં આવી રહી છે.સસ્તા આનાજની દુકાનોએ પણ આનાજ લેવા આવતા લોકોને રસી આપવાની કામગીરી કરવામાં આવે છે .

આ પણ વાંચો ;ગુજરાત /  જૂનાગઢમાં ફોનવાલા મોબાઇલ શો-રૂમમાંથી થયેલ 15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો

 જેમાં આ કાર્યક્રમ અંતર્ગત જીલ્લામાં અઠવાડીયામાં દર મંગળવાર , ગુરુવાર અને શનિવાર એમ 3 દિવસ મેગા ડ્રાઈવ યોજવામાં આવશે . જેમાં દૈનિક 500 જેટલા વેક્સિન સેન્ટરોએનયુ આયોજન કરવામાં  કરાશે.અને દૈનિક ધોરણે સાંજે દરેક સેશનવાઈઝ / ટીમવાઈઝ કરવામાં આવેલ કામગીરીનું રીવ્યુ તાલુકા હેલ્થ ઓફિસરો દ્વારા કરવામાં આવશે. લોકોને આ રસીકરણનો લાભ લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર ખાસ ભાર પૂર્વક અપીલ કરી રહ્યું છે.