ગુજરાત/ લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

વરસાદની શક્યતા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી હતી. સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં સવારથી વરસાદ પડ્યો હતો. જોરદાર બફારા પછી વાતાવરણ ઠંડુ બની ગયું છે.

Top Stories Gujarat Others
ssssss 4 લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
  • આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી
  • અમદાવાદ,વડોદરા,સુરતમાં ભારે વરસાદની વકી
  • ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
  • રાજ્યમાં ફરી ચોમાસાની જમાવટ જોવા મળશે
  • અત્યાર સુધી રાજ્યમાં 14.84 ટકા સરેરાશ વરસાદ

ssssss 5 લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

વરસાદની શક્યતા વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી હતી. સુરત અને નવસારી જેવા વિસ્તારોમાં સવારથી વરસાદ પડ્યો હતો. જોરદાર બફારા પછી વાતાવરણ ઠંડુ બની ગયું છે. અને નાગરિકોને ગરમીથી રાહત મળી હતી. ગાંધીનગરમાં પણ મોડી રાત્રીનાં સમયે સામાન્ય વરસાદ થયો હતો. જો કે હવામાન વિભાગની માનીએ તો, આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે.

ssssss 6 લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

સાવધાન! / ઝીકા વાયરસે માથું ઉચક્યું, કેરળમાં 15 કેસ નોંધાયા બાદ એલર્ટ જાહેર

જણાવી દઇએ કે, લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી ફરી ધમાલ સાથે આવી છે. જેના કારણે ભારે ગરમી અને ભેજનો અનુભવ કરી રહેલા લોકોએ વરસાદમાં પલળીને ઠંડકનો અહેસાસ કર્યો હતો. આપને જણાવી દઇએ કે, રાજકોટનાં ધોરાજીમાં પણ વરસાદે એન્ટ્રી કરી દીધી છે. અહી 3.5 ઇંચ વરસાદ નોંઘાયો છે.

  • સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
  • સુરત શહેરમાં 24 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
  • સુરતનાં માંગરોળમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ
  • ઓલપાડમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ
  • બારડોલીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ

ssssss 8 લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

આપને જણાવી દઇએ કે, શનિવારે રાજ્યનાં ઘણા જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો. જો આપણે સુરતની વાત કરીએ તો અહી ગરમી અને ભેજ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લોકો ખૂબ પરેશાન થઇ રહ્યા હતા. જો કે ગઇકાલે અહી વરસાદ શરૂ થતાં લોકોને રાહતનો અહેસાસ થયો હતો. વરસાદને કારણે બપોર બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જણાવી દઇએ કે, સુરત શહેરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. સુરતનાં માંગરોળમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો ઓલપાડમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ અને બારડોલીમાં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

ચીનની નવી ચાલ /  ડ્રેગન જીનેટિક એન્જિનિયરિંગથી સૈનિકોને વધુ મજબૂત બનાવી રહ્યું છે, અમેરિકા પણ ચિંતિત

  • વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન
  • ધરમપુરમાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ
  • ઉમરગામમાં સરેરાશ 2 ઇંચ વરસાદ
  • વલસાડ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ
  • નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી

ssssss 7 લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી, રાજ્યમાં આજથી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

વલસાડનાં ધરમપુરમાં પણ વરસાદ સારા પ્રમાણમાં પડ્યો છે. લાંબાા સમયથી બફારો સહન કરી રહેલા લોકોને વરસાદ પડવાથી ઠંડકનો અહેસાસ થયો છે.  અહી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આપને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમ્યાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદની વકી છે. વરસાદનાં આગમન સાથે લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન બદલાઈ રહ્યું છે. પ્રાઇમ માર્કેટથી ભુલકા ભવન સ્કૂલ અને પ્રાઈમ માર્કેટથી એલપી સવાણી સ્કૂલ સુધીનાં ચાર રસ્તા વરસાદી પાણીનાં તળાવમાં ફેરવાયા હતા. આ ઉપરાંત ભટાર, વેસુ વિસ્તારમાં અનેક રસ્તાઓ પાણી ભરેલા જોવા મળ્યા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…