Gujarat Rain News/ રાજ્યમાં મેઘમહેર યથાવત, વરસાદે 153 તાલુકામાં ધરા તરબોળ કરી

રાજ્યમાં મેઘમહેર જારી રહી છે. સોમવાર પછી મંગળવારે પણ મેઘરાજાની સવારી જારી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા પંચમહાલ જિલ્લાના કાલોલમાં પાંચ ઇંચ વરસાદ પડતા નદી-નાળાઓ ભરાઈ ગયા હતા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Beginners guide to 101 રાજ્યમાં મેઘમહેર યથાવત, વરસાદે 153 તાલુકામાં ધરા તરબોળ કરી

Gandhinagar News: રાજ્યમાં મેઘમહેર જારી રહી છે. સોમવાર પછી મંગળવારે પણ મેઘરાજાની સવારી જારી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 151 તાલુકામાં વરસાદ પડ્યો હતો. તેમા પંચમહાલ જિલ્લાના કાલોલમાં પાંચ ઇંચ વરસાદ પડતા નદી-નાળાઓ ભરાઈ ગયા હતા.

જ્યારે સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં 12 કલાકમાં 109 મીમી એટલે કે ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મંગળવારે ઉત્તર, મધ્ય ગુજરાત અને ભાવનગરના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ થયો હતો. આ સિવાય છેલ્લા 12 કલાકમાં રાજ્યના 88 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદની આગાહીના પગલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ NDF ટીમો કચ્છ, રાજકોટ, દ્વારકા, નર્મદા અને વલસાડમાં ગોઠવવામાં આવી છે. જ્યારે વધારાની ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. ગારિયાધાર અને સિહોરમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો હતો.

પાલીતાણા અને ભાવનગરના ચિત્રા, દેશીનગર વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, અંબાજી, દાંતા, કાંકરેજ પેટા વિભાગમાં મૂશળધાર વરસાદ અને ગઢ, ધાનેરા, ડીસા અને પેટા વિભાગમાં વરસાદ પડ્યો હતો. બનાસકાંઠામાં અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં તેટલો વરસાદ ખાબક્યો હતો.

તેમા પણ બનાસકાંઠામાં સામાન્ય વરસાદમાં વીજળી ત્રણ કલાક માટે ગુલ થઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તેના લીધે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની સામે પણ સવાલે ઉઠ્યા હતા. પાસવાલ ફીડરમાં ફોલ્ટ સર્જાતા બનાસકાંઠાના કેટલાય વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. તેના લીધે સતત ત્રણ કલાક સુધી અંધારપટ રહ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ