Lunavada rain/ મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ લુણાવાડામાં પાંચ ઇંચ ખાબક્યો

મહીસાગરમાં મેઘરાજા ટી20 ખેલવાના મૂડમાં છે. તેના પરિણામે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં બપોરના ચાર વાગ્યા સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.

Top Stories Gujarat
Lunavada rain મહીસાગરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગઃ લુણાવાડામાં પાંચ ઇંચ ખાબક્યો

મહીસાગરમાં મેઘરાજા ટી20 ખેલવાના મૂડમાં છે. તેના પરિણામે સવારથી જ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. લુણાવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લુણાવાડામાં બપોરના ચાર વાગ્યા સુધીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ભારે વરસાદના પગલે શહેરની શેરીઓમાં જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો છે.

ભારે વરસાદના લીધે લુણાવાડા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અનેક દૂકાનોમાં વરસાદી પાણી ભરાયા હોવાના અહેવાલો પણ સાપડી રહ્યાં છે. જ્યારે રાજમાર્ગો જાણે કે સ્વિમિંગ પૂલ બન્યા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરના ફૂવારા ચોક વિસ્તરામાં

પાણીના પ્રવાહના કારણે ડૂંગર વિસ્તારમાંથી માટીનું ધોવાણ થઇને માટી અને પથ્થર તણાઈને માર્ગો પર આવી ગયા હતા.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી મુજબ મહીસાગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ગત મોડી રાત્રિથી ધીમી ધારે વરસી રહેલ મેઘરાજાએ વહેલી સવારે જોર પકડ્યું હતું. બપોરના 2 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબકતા શહેરને જળબંબાકાર કરી દીધું હતું.

લુણાવાડાના લુણાવાડા ગોધરા હાઇવે માર્ગ, હાટડિયા બજાર, દરકોલી દરવાજા, માંડવી બજાર, હુસેની ચોક વિસ્તાર, વરધરી રોડ, જયશ્રીનગર સોસાયટી સહિતના અનેક નીચાણવાળા વિસ્તારો ઘૂટણસમા વરસાદી પાણી ભરાઇ જતા રાહદારીઓને, વાહન ચાલકો, નોકરિયાત વર્ગ તેમજ શાળાએ જતા બાળકો વરસાદમાં અટવાયા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

આ પણ વાંચોઃ Gujarat Reservoirs/ ગુજરાતમાં સીઝનના 43 ટકા વરસાદમાં 200 જળાશયો 70 ટકા ભરાયા

આ પણ વાંચોઃ China-Kindtergardenattack/ ચીનમાં નર્સરી સ્કૂલ પર હુમલામાં છના મોત અને એક ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ US NATO Help Ukraine/ યુક્રેનને તાત્કાલિક નાટોનું સભ્ય બનાવવા પર યુએસ અને યુકે વચ્ચે મતભેદ, સમિટમાં લેવામાં આવશે નિર્ણય

આ પણ વાંચોઃ Heavy Rain Effect/ આકાશી આફત સામે માનવી લાચાર… 15 ફોટામાં જુઓ પહાડોથી મેદાનો સુધી તબાહીનું પૂર

આ પણ વાંચોઃ Jaishankar Nomination/ ભાજપના ઉમેદવાર એસ જયશંકરે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ