Not Set/ મહેસાણા/ દેદીયાસણ GIDCમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

ગુજરાતની ફેકટરીમાં આગ ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. નાની બેદરકારીના કારણે મોટી આગની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી આવી જ એક ઘટના મહેસાણાનાં દેદિયાસણ GIDCમાં આવેલી કેમીકલની ફેકટરીમાં ઘટી હોવાનું  સામે આવ્યું હતું. દેદિયાસણ જીઆઈડીસીના શેડ નં 295માં કેમિકલ સોલવન્ટ પોલીમર્સની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી […]

Gujarat Others
pjimage 2 મહેસાણા/ દેદીયાસણ GIDCમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ

ગુજરાતની ફેકટરીમાં આગ ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. નાની બેદરકારીના કારણે મોટી આગની દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી આવી જ એક ઘટના મહેસાણાનાં દેદિયાસણ GIDCમાં આવેલી કેમીકલની ફેકટરીમાં ઘટી હોવાનું  સામે આવ્યું હતું.

દેદિયાસણ જીઆઈડીસીના શેડ નં 295માં કેમિકલ સોલવન્ટ પોલીમર્સની ફેક્ટરીમાં આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા તરત જ ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. આગની ભયાનકતા એટલી વિકરાળ હતી કે, મહેસાણા ઓનએનજીસીના ફાયર ફાઇટરની ટીમની પણ આ ઘટનામાં મદદ લેવામાં આવી હતી. આગના ધુમાડા લગભગ બે કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પોલિમરનું કેમિકલ જ્વલનશીલ હોવાને કારણે તે ફાટવાનો પણ ભય રહે છે. જેના કારણે આગ આસપાસનાં અન્ય શેડમાં ન લાગે અને આગ વધારે ભયાનક રૂપ ધારણ ના કરે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ભારે જહેમત બાદ ફાયર ફાઇટીંગ ટીમ સફળ રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.