Not Set/ માતા-પિતાએ જ પોતાની 1 મહિનાની માસૂમ દીકરીને ઉતારી મોતને ઘાટ, આ છે કારણ

માં શબ્દ સાથે પ્રેમ કરુણા અને વિશ્વાસ જોડેલ છે પણ કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા-પિતાએ હેવાન બનીને 1 માસ અને 2 દિવસ ની બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.

Gujarat Others
amp 13 માતા-પિતાએ જ પોતાની 1 મહિનાની માસૂમ દીકરીને ઉતારી મોતને ઘાટ, આ છે કારણ

મહેસાણાના કડીમાં એક માતાએ  નિર્દયતાની તમામ હદ વટાવી નાખી છે. પોતાના કોખે જન્મેલ બાળકીને માતા-પિતાએ બહેરમીથી માસૂમ બાળકીનું ગળુ દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આખરે કેમ બની એક માતા હત્યારી આવો જાણીએ.

માં શબ્દ સાથે પ્રેમ કરુણા અને વિશ્વાસ જોડેલ છે પણ કડીના કરણનગર રોડ પરના રાજભુમિ ફ્લેટમાં માતા-પિતાએ હેવાન બનીને 1 માસ અને 2 દિવસ ની બાળકીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. પુત્રની અપેક્ષા રાખતા દંપતિને ત્યાં બીજી દીકરીનો જન્મ થતાં માતા પિતા હેવાન બનાયાં ને દીકરીની હત્યા કરી દીધી. એ પછી તેમણે દીકરી ના મોત ને અકસ્માતમાં ખપાવવાની કોશિશ કરીને તેને ડોક્ટર પાસે લઈ ગયાં હતા. જો કે ડોક્ટરે ગળા પર નિશાન જોતાં પોલીસનેજાણ કરી હતી. પોલીસ ની તપાસમાં બાળકી ની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં નાયબ પોલીસ અધિક્ષક ખુદ ફરિયાદી બન્યા છે.

આ પણ વાંચો : બાપુનગરમાં દહેજ અત્યાચાર, સાસરિયા પક્ષ સામે થઈ પોલીસ ફરિયાદ

આ કેસમાં અગાઉ અકસ્માત મોત અંગે ફરિયાદ દાખલ થઈ હતી પણ પોલીસ ની તપાસમાં હત્યા થઈ હોવાનું ખુલતા માતા પટેલ રીનાબેન હાર્દિકભાઇ, પિતા હાર્દિકભાઈ ઉપેન્દ્રભાઈ,  દાદી નીતાબેન ઉપેન્દ્રભાઈ તેમજ દાદા ઉપેન્દ્રભાઈ જોઈતારામ સામે હત્યાની ફરિયાદ નોંધાઈ છે.

હાલ આ સમગ્ર મામલે મૃતક દીકરીના માતા રીનાબેન, પિતા હાર્દિકભાઈ, દાદા ઉપેન્દ્રભાઈ અને દાદી નીતાબેન વિરુદ્ધ હત્યાની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાનો રિપોર્ટ નેગેટીવ પણ કૌભાંડ પોઝીટીવ