Accident/ કચ્છ-રાધનપુર હાઈવે પર કાર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

કચ્છ-રાધનપુર હાઈવે પર કાર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગનગીની છવાઇ ગઇ હતી. એક જ પરિવારનાં ત્રણ સભ્યોની એકસાથે અર્થી ઉઠતા

Gujarat Others
WhatsApp Image 2020 12 28 at 8.05.39 PM કચ્છ-રાધનપુર હાઈવે પર કાર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના 3 સભ્યોનાં મોત

કચ્છ-રાધનપુર હાઈવે પર કાર અકસ્માતમાં મોરબીના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતા સમગ્ર પંથકમાં ગનગીની છવાઇ ગઇ હતી. એક જ પરિવારનાં ત્રણ સભ્યોની એકસાથે અર્થી ઉઠતા કરુણ દ્રશ્યો સર્જાયા હતા જે કાઠણ કાળજાને પણ પીગળવા મજબૂર કરી જાય.

ઘટનાની વિગત જોવામાં આવે તો, મોરબી શહેરનાં મેડીકલ એસો.નાં પ્રમુખના પરિવાર પર અણધારી આફત ટુટી પડી. મોરબીના મહેશ્વરી પરિવારના ત્રણ સભ્યો કારમાં રાજસ્થાન જવા નીકળ્યા હોય દરમિયાન કચ્છ રાધનપુર હાઈવે પર બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતા એક જ પરિવારના બે સગા ભાઈઓ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતા તો મોડી સાંજે એક જ પરિવારના ત્રણ સભ્યોની એકીસાથે અર્થી ઉઠતા પરિવારમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મેડીકલ એસોના પ્રેસિડેન્ટ કિરણભાઈ મહેશ્વરીના મોટાભાઈ લતપતભાઈ મહેશ્વરી, જયંતીભાઈ મહેશ્વરી અને રેખાબેન જયંતીભાઈ મહેશ્વરી પોતાની કાર લઈને મોરબીથી રાજસ્થાન જવા નીકળ્યા હતા તાજેતરમાં દીકરીના લગ્ન થયા હોય. જેને તેડવા રાજસ્થાન જતા હોય, ત્યારે કચ્છ રાધનપુર હાઈવે પર મહેશ્વરી પરિવારની કાર બંધ ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. જે અકસ્માતમાં કારમાં સવાર મહેશ્વરી પરિવારના બે સગાભાઈ સહીત ત્રણ વ્યક્તિના મોત થયા હતા જેના પગલે મોરબી મહેશ્વરી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું તો મોડી સાંજે મહેશ્વરી પરિવારના ઘરમાંથી ત્રણ અર્થી ઉઠી હતી ત્યારે હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું

રવિ નિમાવત – મોરબી

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…