ગુજરાત/ બનાસકાંઠામાં ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં મીંડું

ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં ઘોર બેદરકારી જોવા મળી. ધાનેરા મામલતદાર કચેરીમા ફાયર સેફટીના કોઈ સુવિધા જોવા ના મળી. ક

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 28T190939.245 બનાસકાંઠામાં ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં મીંડું

બનાસકાંઠા : ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં ઘોર બેદરકારી જોવા મળી. ધાનેરા મામલતદાર કચેરીમા ફાયર સેફટીના કોઈ સુવિધા જોવા ના મળી. કચેરીમાં ફસ્ટ ફ્લોર પર ફાયર સેફટી સાધનો જ નથી. જનસેવા કેન્દ્રમાં નામ પૂરતી ફાયરસેફ્ટીની ચાર બોટલ છે. આ બોટલ પરની માહિતી પરથી દેખાય છે કે તેને 2019 પછી રીન્યુ કરવામાં આવી નથી. બોટલ પર એક્સપાયર તારીખ પણ જોવા ના મળી.  સરકારી કચેરીમાંમોટી સંખ્યામાં અરજદારોની  અવરજવર રહે છે છતાં પણ સુરક્ષા મામલે લાપરવાહી જોવા મળી.

રાજકોટની ગેમઝોન દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત નિપજયા. ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજ્યમાં અત્યારે સરકારી કચેરીઓ અને જાહેર બાંધકામોને લઈને ફાયરસેફ્ટી મામલે તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ રાજ્યમાં મોટા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક પર ઘોર બેદરકારી જોવા મળી છે. સરકારે લોકોના મોઢાં બંધ કરવા નામ પૂરતી કાર્યવાહી કરી છે. પરંતુ હજુ પણ કેટલાક મોલ અને સરકારી કચેરીઓમાં પણ ફાયરસેફ્ટીના નામે મીંડુ જોવા મળ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ

આ પણ વાંચો:ચક્રવાતી વાવાઝોડું ‘રેમાલ’ દરિયામાંથી લાવી રહ્યું છે તબાહી! કોલકાતા એરપોર્ટ 21 કલાક માટે બંધ રહેશે એલર્ટ જારી

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું  લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી