સંજય મહંત, મંતવ્ય ન્યુઝ-સુરત
સુરત માં ફરી એક વાર નકલી મિલાવતી વધુ ઘી કેટલાક ઈસમો બનાવીને બજારમાં વેચી રહ્યા હોવાની હકીકત મળતા પોલીસે દરોડા પાડીને લાખો રૂપિયાના નકલી ઘી સાથે એક ઈસમની પોલીસે ધરપકડ કરી છે જોકે આ ઈસમ કેટલા સમયથી નકલી ઘી બનાવી બજારમાં વેચી લોકોના સ્વસ્થ સાથે ચેડાં કરી રહીયો છે તે મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
સુરત માં સતત નકલી વસ્તુનું વેચાણ છેલ્લા કેટલાક સમયથી જોર શોરમાં ચાલી રહ્યો છે તેમાં પણ ખાવા પીવાની વસ્તુની વેચાણ બજારમાં શરૂ થઇ રહ્યું છે. ત્યારે આવા લોકો આવી હાલાકી ગુણવતા વાળી વસ્તુ બજારમાં વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા હોય છે ત્યારે આવી જ રીતે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં સુમુલ ડેરીના નામે નકલી ઘી બજારમાં વેચવાની સતત ફરિયાદ બાદ પોલીસે અનેક જગ્યા પર દરોડા પાડીને અનેક કારખાના ઝડપી પાડવામાં સફળતા મળી છે ત્યારે આજ વધુ એક નકલી અને મિલાવતી ઘી બનવાનું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. સુરત ના લીબાયત વિસ્તારમાં આવેલ કૌલાસ બગલો ના 37 નંબરમાં કેટલાક ઈસમો નકલી અને મિલાવતી ઘી બનાવી રહ્યાની વિગત પોલીસને મળતા પોલીસે આ મામલે રેડ કરતા પોલીસને અહિયાંથી સુમુલ ડેરીના ઘણા પેકિંગ થેલી નકલી ઘી બનાવ માટે વપરાતું તેલ સહિતનો સમાન મળી આવ્યો હતો અંદાજિત લાખો રૂપિયાનો મુદામાલ મળી આવતા પોલીસે અહીંયા હાજર અને આ ઘી નો વેપાર કરતા પ્રભુલાલ તારચદ મેવાડા નામના ઈસમની પોલીસે ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આ ઈસમ છેલ્લા કેટલાક સમયથી આ કારખાનું ચલાવતો હતો અને કેટલું નકલી ઘી બજારમાં વેચ્યું છે અને કોણ કોણ આ વેપારમાં સામેલ છે આ ઉપરાંત નકલી ઘી બનાવ માટે સુમુલ ની નકલી થેલીઓ ક્યાંથી લાવતો હતો જેવા મુદ્દે પોલીસે આ ઈસમની પૂછપરછ શરૂ કરી છે.