વ્યક્તિ વિશેષ/ મેરા ભારત મહાન !?!

સ્વતંત્રતાદિન નિમિત્તે આપણને સૌને એકાદ દિ’ પૂરતી દેશભક્તિ પંડમાં આવશે ! તિરંગાને લ્હેરાવીશું, સલામી આપીશું, દેશપ્રેમના ગીતો લાઉડસ્પિકરમાં વગાડીશું, ભાઈચારાની સૂફિયાણી વાતો મમળાવીશું, ‘

Trending
નિલેશ

મારા, તમારામાંથી આદર્શ નાગરીક એ જ કે, પોતાના રાષ્ટ્રને સમર્પિત થઈને જીવન જીવે. સ્વતંત્રતાદિન નિમિત્તે આપણને સૌને એકાદ દિ’ પૂરતી દેશભક્તિ પંડમાં આવશે ! તિરંગાને લ્હેરાવીશું, સલામી આપીશું, દેશપ્રેમના ગીતો લાઉડસ્પિકરમાં વગાડીશું, ભાઈચારાની સૂફિયાણી વાતો મમળાવીશું, ‘સર્વ સમાનતા’ની વાતો કરીશું, દુશ્મન દેશને લલકાર આપીશું વિગેરે વિગેરે.

સાથોસાથ આપણે સૌ ભારતીયો તરીકે દેશની શાંતિ, પ્રગતિ તેમજ અખંડીતતા માટે પણ વિવિધ રીતે પ્રદાન કરી શકીએ : સ્વદેશને અન્ય દેશો કરતા ઉતરતો કે ઓછો ન આંકીએ, દેશની આર્થિક પરિસ્થિતિને સુધારવા વેરાઓ સમયસર ભરવાનું રાખીએ, દેશ રક્ષકોનું મનોબળ વધારવા પ્રોત્સાહક કાર્યો કરીએ, સુદ્રઢ રાષ્ટ્ર નિર્માણ કાજે સ્વચ્છતા, ટ્રાફિક કે બાંધકામના નિયમોનું પાલન કરીએ, ભ્રષ્ટાચાર વિરોધી મુહિમ – જેવી કે લાંચિયા, લંપટ અને ગદ્દાર નેતા, સ્વાર્થી અધિકારીઓ, દેશદ્રોહની પ્રવૃત્તિ આદરનારા નમકહરામોને તેમની બદબોઈમાં ખુલ્લા પાડીએ અથવા તેમની મેલી રમતમાં સાથ તો ન જ આપીએ, મુલ્કમાં અમન શાન્તિ જાળવવા પોતાના તન+મન+ધનથી પ્રદાન કરવા ઉપરાંત હિંસા, અફવા, કાયદા કાનૂન વિરુદ્ધ બિનજરૂરી અસહકારના દેખાવો, જ્ઞાતિ – જાતિ, વર્ણ – કોમ કે ધરમ – ભરમની ભ્રામક વાતોથી તેમજ ભાગલાવાદી મનોવૃત્તિથી અળગા રહી પોતાને માત્ર ‘હિન્દુસ્તાની” માનીને ખુદની ફરજો નિષ્ઠાપૂર્વક અદા કરીએ.

દેશનું સારું ના બોલીએ તો ચાલશે પરંતુ “આ દેશે મને શું આપ્યું !?” એવું કડવું ન જ બોલીએ (અલબત્ત, મેં મારા દેશને શું આપ્યું તે પણ દરેક લોકો અવશ્ય વિચારીએ).

ટચૂકડું સમકાલીન પ્રહસન : વિદેશ ફરવા ગયેલા એક પરિવારનાજનો ન્યૂયોર્કના ટાઈમ-સ્કેવર પાસે પહોંચ્યા. દુનિયાભરના દેશોના ધ્વજમાંથી તે ઉદ્યોગપતિના સંતાને ભારતનો ધ્વજ શોધી નાખ્યો. પિતાશ્રી એ ગર્વથી નાનકડા દીકરાને કહ્યું, “જો, આ 🇮🇳 આપણા દેશનો ધ્વજ છે. એને રાષ્ટ્રગીત ગાઈને સલામી આપવાની !” એ વાતચીત દરમ્યાન એ મહાનુભાવ(!)નો મોબાઈલ રણકયો અને સામે છેડેથી એ જ દીકરાના પિતાના પિતા બોલ્યા, “દીકરા, ટેન્ડર આપણને મળી ગયુ છે. હવે તું રુપિયા ૪ કરોડ નેતાજીના સ્વિસબેન્કના ખાતામાં ટ્રાન્સફર કરી દેજે, કાલ સુધીમાં…!”

દેશ માટે કશું ના કરીએ તો કોઈ જ કશું સંભળાવશે નહીં – પરંતુ દેશના હિતમાં, કોઈને, કોઈ કામમાં નડીયે નહીં તો એ ય મહાન દેશ-સેવા કરી જ લેખાશે !

મારા દેશે મને શું આપ્યુ !? આ દેશની સમાજ તેમજ શાસનની વ્યવસ્થા મને અનુકૂલ નથી ! રોડ, લાઈટ, શિક્ષણ, સરકારી સંવિધાન, નીતિ-નિયમો, સામાજિક બંધારણ, કાનૂન વિ. બિલકુલ અતાર્તિક છે ! હું ભારતમાં સલામત તથા ખુશ નથી. આવુ કહેનારા અને માનનારા અસહિષ્ણુ લોકો ખુદના આત્માને ઢંઢોળીને જગાડે અને પોતાને પૂછે કે, સુ-રાષ્ટ્ર નિર્માણ કાજે મારો, તમારો, સૌનો ધર્મ શું હોવો જોઇએ !?

શું સહુ ભારતીયો નીચે મુજબની બાબતે સ્વયંના વાણી + વર્તન + વ્યવહાર પરત્વે 100% પુરા સજાગ ને સમર્પિત છે ખરા ?

અણમોલ પાણી તેમજ ઝાડ-પાનનો વિવેકપૂર્ણ વપરાશ, વાહન ચલાવતી વખતે, બસ-રેલ્વે-વિમાનમાં મુસાફરી કરતી વખતે, ઓફીસમાં, ઉદ્યોગ-ધંધામાં, હોસ્પિટલમાં, રેસ્ટોરન્ટમાં, શૈક્ષણિક સંસ્થામાં, ધાર્મિક યાત્રાધામમાં, મંદિરમાં, બાગ-બગીચામાં, પયૉવરણ જાળવણીમાં, ભોજન સમારંભમાં જાહેર કાયૅક્રમમાં વિગેરે સ્થળે અને સમયે મેં – તમે – સૌએ કેટલું ઔચિત્યપૂર્ણ, વ્યવહારૂ અને સંસ્કારી પ્રદાન કર્યુ ખરું !?

ઉપરોક્ત જુદા જુદા દ્રષ્ટિકોણ દ્વારા અપવાદ નો સંવાદ સાધી શકાય ! જય જવાન, જય કિસાન. જય ભારત !

આ પણ વાંચો: રખડતા પશુઓની અડફેટનો ભોગ બન્યા DyCM નીતિન પટેલ, તિરંગા યાત્રા દરમિયાન બની ઘટના

આ પણ વાંચો:પ્રિયંકા ગાંધી બાદ સોનિયા ગાંધી કોરોના પોઝિટિવ, આવી છે હાલત

આ પણ વાંચો:દરેક સંકટનો સામનો કરવા માટે લાલ કિલ્લા પર મોક ડ્રીલ કરતા જોવા મળ્યા સુરક્ષાકર્મીઓ, જુઓ તસવીરો