Not Set/ બાર્સેલોનાથી અલગ થયા બાદ હવે આ ક્લબ માટે રમી શકે છે Messi

દિગ્ગજ ફૂટબોલર લિયોન મેસ્સી અને બાર્સેલોના ફૂટબોલ ક્લબ હવે અલગ થઈ ગયા છે. મેસ્સીએ લાંબા સમય બાદ બાર્સેલોના ક્લબ છોડી દીધી છે. હવે એ પણ સામે આવ્યું છે કે, મેસ્સી કઈ ક્લબ માટે રમી શકે છે.

Sports
Messi

દિગ્ગજ ફૂટબોલર Lionel Messi અને બાર્સેલોના ફૂટબોલ ક્લબ હવે અલગ થઈ ગયા છે. મેસ્સીએ લાંબા સમય બાદ બાર્સેલોના ક્લબ છોડી દીધી છે. હવે એ પણ સામે આવ્યું છે કે, મેસ્સી કઈ ક્લબ માટે રમી શકે છે. બાર્સેલોનાથી અલગ થયા પછી, ફૂટબોલનાં દિગ્ગજ ખેલાડી લિયોન મેસ્સી ફ્રાન્સમાં પેરિસ સેન્ટ-જર્મન (PSG) ક્લબમાં જોડાવા માટે તૈયાર છે, જ્યાં તે તેના ખાસ મિત્ર સાથે રમી શકે છે.

Messi

આ પણ વાંચો – Tokyo Olympics / ભારતના 6 ઓલિમ્પિક ચેમ્પિયનને બે એરલાઈન્સ આપશે આ સુવિધા

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે, PSG આ આર્જેન્ટિનાનાં સ્ટાર ખેલાડીને સામેલ કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ક્લબનાં મેનેજર, મૌરિસિયો પોચેતીનોએ કહ્યું, “મેસ્સી એક વિકલ્પ છે. જેનું મૂલ્યાંકન લીગ વનમાં રમી રહેલા આ ક્લબ દ્વારા કરવામાં આવી રહેલ  છે. જો મેસ્સી પીએસજી સાથે કરારબદ્ધ છે, તો ફરી એકવાર તે તેના ખાસ મિત્ર નેમારની સાથે તે જ ક્લબ માટે રમતા જોવા મળશે. મેસ્સી અને નેમાર ભૂતકાળમાં પણ બાર્સેલોના ક્લબ માટે સાથે રમ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, મેસ્સી ઓછા વેતન સાથે બાર્સેલોના ક્લબમાં જોડાવા માટે તૈયાર હતા, પરંતુ સ્પેનની લા લીગાનાં આર્થિક નિયમો અનુસાર, બાર્સેલોના સાથેનો તેમનો કરાર આગળ વધી શક્યો નહીં. તે જાણીતું છે કે વર્ષ 2017 માં, બાર્સિલોના ક્લબે મેસ્સી સાથે 550 મિલિયન યુરો (લગભગ 438 કરોડ રૂપિયા) માં પાંચ વર્ષનો કરાર કર્યો હતો. જે આ વર્ષે 30 મી જૂને સમાપ્ત થઈ ચુક્યો હતો.

Messi and Neymar

આ પણ વાંચો – Tokyo Olympics / આજે યોજાશે ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારોહમાં આ ખેલાડી બનશે દેશનો ધ્વજવાહક

તાજેતરમાં બાર્સેલોના છોડતા પહેલા, મેસ્સીએ તેની સમગ્ર વ્યાવસાયિક કારકિર્દી બાર્સેલોના સાથે વિતાવી હતી, જ્યાં તેણે ક્લબ માટે રેકોર્ડ 34 ટ્રોફી જીતી હતી, જેમાં દસ લા લિગા ટાઇટલ, સાત કોપા ડેલ રે ટાઇટલ અને ચાર યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ટાઇટલનો સમાવેશ થાય છે. બાર્સેલોના માટે અનેક લીગમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ મેસ્સીનાં નામે છે. તેણે ક્લબ અને દેશ માટે 750 થી વધુ ગોલ કર્યા છે, અને એક જ ક્લબ માટે આ ખેલાડીએ સૌથી વધુ ગોલ કર્યા છે.