LIONEL MESSI/ વિજય પછી મેસ્સીની ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટઃ હજી પણ વિશ્વાસ થતો નથી

આર્જેન્ટિના FIFA WC 2022 ફાઇનલમાં ફ્રાન્સ સામે રોમાંચક હાર આપીને ચેમ્પિયન બની ગયું છે. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Top Stories World Sports
Lionel messi google વિજય પછી મેસ્સીની ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટઃ હજી પણ વિશ્વાસ થતો નથી

આર્જેન્ટિના FIFA WC 2022 ફાઇનલમાં ફ્રાન્સ સામે રોમાંચક હાર આપીને ચેમ્પિયન બની ગયું છે. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે તેની ટીમની ઐતિહાસિક જીત બાદ મેસ્સીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ઈમોશનલ નોટ સાથે કેટલીક તસવીરો શેર કરી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે.

મેસ્સીએ ઈમોશનલ નોટ લખી હતી

આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી અને સુકાની લિયોનેલ મેસીએ તેની ટીમની જીત બાદ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરતા લખ્યું કે ‘મેં ઘણી વખત તેનું સપનું જોયું, હું તેને એટલું ઈચ્છતો હતો કે હું ક્યારેય પડી ન ગયો. હું માની શકતો નથી. મારા પરિવારનો, મને ટેકો આપનારા અને અમારામાં વિશ્વાસ રાખનારા તમામનો ખૂબ ખૂબ આભાર. અમે ફરી એકવાર દર્શાવીએ છીએ કે આર્જેન્ટિના જ્યારે અમે સાથે મળીને લડીએ છીએ અને એક થઈએ છીએ ત્યારે અમે જે કરવાનું નક્કી કર્યું છે તે હાંસલ કરવામાં અમે સક્ષમ છીએ. તે આ જૂથની સિદ્ધિ છે જે કોઈપણ વ્યક્તિથી ઉપર છે. આ અમારી તાકાત હતી કે અમે એ જ સપના માટે લડ્યા, આ આર્જેન્ટીનાનું સપનું હતું. અમે કર્યું’. તમને જણાવી દઈએ કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં આર્જેન્ટિનાએ ફ્રાંસને 4-2થી હરાવ્યું હતું. આ મેચનું પરિણામ પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આવ્યું.

આ પણ વાંચોઃ

Lionel Messi Wife/ રીયલ લાઇફમાં પણ જબરજસ્ત બ્યુટીફુલ છે મેસ્સીની મોડેલ પત્ની એન્તોનેલા રોકુઝો

FIFA World Cup – 2022/ ‘તમારા પર ગર્વ છે’: ફ્રાન્સ ટીમને વર્લ્ડ કપ પરાજય પછી રાષ્ટ્રપતિનું આશ્વાસન