Miss Universe/ મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ

વિશ્વ સૌંદર્યનો ખિતાબ આ વખતે મેક્સિકોની એડ્રિયા મેઝાએ જીતી લીધો છે, જ્યારે મિસ ઈન્ડિયા એડલાઇન કાસ્ટલિનોને ટોપ-4 માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. મિસ યુનિવર્સનો તાજ ભારતીય સુંદરી એડલાઇન કાસ્ટેલિનો જીતી શકી નથી….

World
petrol 48 મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ

વિશ્વ સૌંદર્યનો ખિતાબ આ વખતે મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ જીતી લીધો છે, જ્યારે મિસ ઈન્ડિયા એડલાઇન કાસ્ટલિનોને ટોપ-4 માં સ્થાન મેળવવામાં સફળ રહી હતી. મિસ યુનિવર્સનો તાજ ભારતીય સુંદરી એડલાઇન કાસ્ટેલિનો જીતી શકી નથી જેના કારણે ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયુ છે. આ વખતે કાસ્ટેલિનોથી ચાહકોને ઘણી આશા હતી કે આ વખતે ભારત મિસ યુનિવર્સનો ખિતાબ જીતશે. આ વર્લ્ડ ઇવેન્ટમાં ભારતની એડલાઇન કાસ્ટેલિનોને ત્રીજી રનર અપનો ખિતાબ મળ્યો છે, જ્યારે મિસ ડોમિનિકન રિપબ્લિક કિમ્બર્લી જિમેનેઝ ચોથો રનર-અપ રહી. આ ઉપરાંત બીજા નંબરની ખેલાડી મિસ પેરુ જેનિક મૈકેટા બની.

petrol 49 મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ

મિસ યુનિવર્સની 69 મી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ 2020 નું મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. ભૂતપૂર્વ મિસ યુનિવર્સ જોજિબિની ટૂનજીએ તેને મિસ યુનિવર્સનો તાજ પહેરાવ્યો. ફ્લોરિડામાં સેમિનોલ હાર્ડ રોક હોટલ અને કસિનોમાં 69 મી મિસ યુનિવર્સનો ગ્રાન્ડ ફિનાલે યોજાયો હતો. ટોપ-3 માં, બ્રાઝિલની જુલિયા ગામા, પેરુની જેનિક મૈકેટા અને મેક્સિકોની એન્ડ્રીયા મેઝા પહોંચી હતી. જેમાંથી મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ મિસ યુનિવર્સ 2020 નો ખિતાબ જીત્યો. બ્રાઝિલની જુલિયા ગામા પ્રથમ રનર અપ રહી હતી. પેરુની જેનિક મૈકેટા બીજા ક્રમે રહી હતી. ભારતની 22 વર્ષીય એડલાઇન કાસ્ટેલિનો થર્ડ રનરઅપ રહી હતી. ડોમિનિકન રિપબ્લિકનો કિમ્બર્લી પેરેઝ રનર અપ રહી છે.

petrol 50 મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ

મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ આંતરરાષ્ટ્રીય બ્યૂટી કોન્ટેસ્ટ મિસ યુનિવર્સ 2020 નો ખિતાબ જીતવા માટે વિશ્વભરની 73 અન્ય સુંદર મહિલાઓ સાથે ભાગ લીધો હતો. જેમાં મિસ ઈન્ડિયા એડાલિન કાસ્ટેલિનો પણ એક મજબૂત દાવેદાર માનવામાં આવી હતી. મિસ યુનિવર્સનાં ગ્રાન્ડ ફિનાલેમાં, દરેક કોરોના વાયરસ રોગચાળાથી ચિંતિત હતા. આ જ કારણ હતું કે આંતરરાષ્ટ્રીય બ્યૂટી કોન્ટેસ્ટનાં અંતિમ રાઉન્ડમાં એન્ડ્રીયા મેઝાને કોરોના વાયરસથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સવાલ એ હતો કે- જો તમે દેશનાં નેતા હોત, તો તમે કોરોના રોગચાળાથી કેવી રીતે લડતા?

Instagram will load in the frontend.

આ સવાલનાં જવાબમાં એન્ડ્રીયા મેઝાએ કહ્યું કે, “હું માનું છું કે કોરોના જેવા રોગચાળા વિરુદ્ધ લડવા અને તેનાથી સંપૂર્ણ રીતે બહાર નીકળવાનો કોઈ સચોટ રસ્તો નથી. જોકે મેં કરેલી પહેલી વસ્તુ લોકડાઉન હોત. સ્થિતિ નિયંત્રણથી બહાર જાય તે પહેલાં મેં લોકડાઉન મૂકી દીધું હોત. જેથી વધુમાં વધુ લોકોનાં જીવ બચાવી શકાય. અમે લોકોનો જીવ ગુમાવતા જોઈ શકતા નહી અને ન તો આ તે અફોર્ડ કરી શકીએ છીએ, તેથી મેં શરૂઆતથી જ પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હોત.”

majboor str 12 મેક્સિકોની એન્ડ્રીયા મેઝાએ Miss Universe 2020 નો જીત્યો ખિતાબ