launch/ MG મોટર્સ વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે,  હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધશે

દિવાળીના અવસર પર કંપની તેની મધ્ય કદની SUV MG Astor લોન્ચ કરી શકે છે. તે જ સમયે, કંપની ગુજરાતમાં તેના હાલોલ પ્લાન્ટમાં ઉત્પાદન વધારવા માટે ઘણું રોકાણ કરવા જઈ રહી છે.

Tech & Auto
MG મોટર્સ

ઓટો કંપની MG મોટર્સ ઇન્ડિયા, જેણે ટૂંકા સમયમાં પોતાની ઓળખ બનાવી છે, ગુજરાતમાં તેના હાલોલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આગામી વર્ષના અંત સુધીમાં રૂ. 2,500 કરોડનું રોકાણ કરશે. કંપની તેની મધ્ય-કદની એસયુવી એસ્ટર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. MG મોટર્સ ઇન્ડિયાના ડિરેક્ટર રાજીવ છાબાએ કહ્યું કે સેમિકન્ડક્ટરની અછતનું સંકટ વધી રહ્યું છે. આ સમસ્યા હજુ છ મહિના સુધી ચાલુ રહેશે. છતાં, કંપની ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે તેના વેચાણમાં 100 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.

વર્ષના અંતે 2500 કરોડનું રોકાણ કરશે

“અમે પહેલેથી જ 3,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી ચૂક્યા છીએ. આવતા વર્ષના અંત સુધીમાં અમે બીજા 2,500 કરોડ રૂપિયાનું રોકાણ કરીશું. આ અમારું કુલ રોકાણ રૂપિયા 5,500 કરોડ સુધી લઈ જશે.” તેમણે કહ્યું કે આ રોકાણ ક્ષમતા વિસ્તરણ માટે કરવામાં આવી છે, કારણ કે કંપની તેના નવા મોડલની માંગને પહોંચી વળવા માટે તૈયારી કરી રહી છે. આમાં મિડ-સાઇડ એસયુવી એસ્ટરનો સમાવેશ થાય છે, જે દિવાળીની આસપાસ લોન્ચ થવાની ધારણા છે.

“અમે દર મહિને 7000 યુનિટનું ઉત્પાદન કરીશું”

“અમે પુરવઠાની સ્થિતિના આધારે આવતા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દર મહિને 7,000 યુનિટનું ઉત્પાદન કરવાની અપેક્ષા રાખીએ છીએ. અત્યારે અમારું ઉત્પાદન દર મહિને 4,000 થી 5,000 યુનિટ છે,” છાબાએ કહ્યું. તેમણે કહ્યું કે ખાસ કરીને સેમિકન્ડક્ટર્સની અછતને કારણે ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે.

એસ્ટરના આગમન પછી ઉત્પાદન વધશે

છાબાએ આગળ કહ્યું, “જો મટિરિયલ સપ્લાયની સમસ્યા ન હોત તો કંપની એક મહિનામાં 5,000 યુનિટ સુધીનું ઉત્પાદન કરી શકી હોત. જ્યારે અમે અમારા પોર્ટફોલિયોમાં એસ્ટર ઉમેરીશું ત્યારે અમારે ઉત્પાદન ક્ષમતા વધારવાની જરૂર પડશે.”

Technology / ટેસ્લાનો આ  રોબોટ ઘરે નોકરની જેમ કામ કરશે, આગામી વર્ષ સુધીમાં તૈયાર થઈ જશે

Cyber Attack / ગૂગલે પ્લે સ્ટોર પરથી 8 એપ દૂર કરી,જો આ એપ્લિકેશન્સ મોબાઇલમાં હાજર હોય, તો તેને તરત જ કાઢી નાખો

Technology / આધાર કાર્ડનો ફોટો જૂનો છે, તો આ સરળ સ્ટેપ્સ સાથે તમારો મનપસંદ ફોટો લગાવો