Not Set/ બજાજ તેના જૂના મોડલ ચેતકને ફરી એકવાર નવા અવતાર સાથે માર્કેટમાં લાવવા છે તૈયાર, આ કર્યા ફેરફાર

બજાજ એ દેશની એક જાણીતી કંપની છે, જેના સ્કૂટર્સ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. બજાજ સ્કૂટર્સ ઉપરાંત, તે ઘણા બધા પ્રોડક્ટ્સ બનાવે છે, હવે બજાજ ઓટો નવી ટેકનોલોજી સાથે બજારમાં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહ્યુ છે. બજાજનાં આ વિશેષ ટેક્નોલોજીથી સજ્જ સ્કૂટરમાં કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. બજાજ આ વખતે સ્કૂટરને કંઈક […]

Tech & Auto
f399123ec1e20782b1d2ed2f8c25661f બજાજ તેના જૂના મોડલ ચેતકને ફરી એકવાર નવા અવતાર સાથે માર્કેટમાં લાવવા છે તૈયાર, આ કર્યા ફેરફાર

બજાજ એ દેશની એક જાણીતી કંપની છે, જેના સ્કૂટર્સ વિશે તમે ઘણું સાંભળ્યું હશે. બજાજ સ્કૂટર્સ ઉપરાંત, તે ઘણા બધા પ્રોડક્ટ્સ બનાવે છે, હવે બજાજ ઓટો નવી ટેકનોલોજી સાથે બજારમાં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવા જઇ રહ્યુ છે.

બજાજનાં આ વિશેષ ટેક્નોલોજીથી સજ્જ સ્કૂટરમાં કેટલીક વિશેષ સુવિધાઓ આપવામાં આવી છે. બજાજ આ વખતે સ્કૂટરને કંઈક અલગ રીતે બજારમાં લાવવાની વિચારણા કરી રહ્યુ છે. એવું માનવામાં આવે છે કે આ સ્કૂટર બધા બજાજ સ્કૂટરથી અલગ હશે. આપને જણાવી દઈએ કે બજાજ 16 ઓક્ટોબરે તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે. આ સ્કૂટરનું નામ બજાજનાં પ્રથમ સ્કૂટર ચેતકનાં નામ પર રાખવામાં આવ્યું છે. સ્કૂટરનું નામ ઇ-ચેતક હશે. લોકો આ સ્કૂટરનાં લોન્ચિંગની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. તેનો લુક લોકો માટે ખૂબ જ આકર્ષક છે. માનવામાં આવે છે કે આ સ્કૂટરનો લુક બજાજનાં જૂના સ્કૂટર ચેતકને મળતો છે. જોકે, બજાજ દ્વારા આ ઇલેક્ટ્રિક સ્કૂટર વિશે વધારે માહિતી જાહેર કરવામાં આવી નથી.

જો આપણે તેના લુક વિશે વાત કરીએ, તો કર્વ સાઇડ પેનલ અને વાઇડ ફ્રન્ટ એપ્રનથી તેનો લુક ઘણો જ આકર્ષક લાગે છે. માત્ર આ જ નહીં, તેનું મિરર એડજસ્ટ કરવું પણ એકદમ સરળ છે, સાથે સાથે તે કદમાં મોટું છે, જેનાથી ડ્રાઇવરને પાછળ જોવું સરળ બને છે. આ સ્કૂટરને એલઇડી લાઇટની સાથે સાથે એલોય વ્હીલ્સ અને રિયર અને ફ્રન્ટ બન્ને વ્હીલમાં ડિસ્ક બ્રેક પણ આપવામાં આવેલ છે. ફિચર્સ વિશે વાત કરીએ તો બજાજ આ સ્કૂટરને ખૂબ સારી સુવિધાઓ સાથે માર્કેટમાં રજૂ કરી રહ્યું છે. જણાવી દઇએ કે આ સ્કૂટરમાં સલામતી માટે કંપની ઇન્ટિગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ પણ આપી રહી છે. આ સાથે ટ્રિપમીટર અને ઓડોમીટરની સુવિધા પણ મળશે. એટલું જ નહીં, નવી સુવિધાઓથી બનેલું ઇ-ચેતક સ્કૂટર બ્લૂ-ટૂથ કનેક્ટિવિટીથી પણ સજ્જ હશે. આ સ્કૂટરની માઇલેજ અને કામગીરી પણ કંપની દ્વારા ઉત્તમ હોવાનું જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.