Not Set/ મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે શરૂ થઇ ઇલેક્ટ્રિક કીટ

પેટ્રોલ અને ડીઝલ એન્જિન ચલાવતા લોકોના મનમાં એક ઈચ્છા છે કે જો સીએનજી કિટની જેમ ઈલેક્ટ્રિક કીટ ઉપલબ્ધ હોય તો તેઓ પોતાના વાહનોમાં બેસાડીને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મેળવી શકે છે.

Tech & Auto
ઈલેક્ટ્રિક કીટ

પેટ્રોલ અને ડીઝલ એન્જિન ચલાવતા લોકોના મનમાં એક ઈચ્છા છે કે જો સીએનજી કિટની જેમ ઈલેક્ટ્રિક કીટ ઉપલબ્ધ હોય તો તેઓ પોતાના વાહનોમાં બેસાડીને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મેળવી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ વચ્ચે ગ્રાહકોનો ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાનો રસ ધીમે ધીમે વધી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ઓટો ઉત્પાદકો તેમના ઇલેક્ટ્રિક મોડેલો લોન્ચ કરવામાં રોકાયેલા છે. પરંતુ અત્યારે ઇલેક્ટ્રિક વાહનોની કિંમતો થોડી વધારે છે. આવી સ્થિતિમાં, પેટ્રોલ અને ડીઝલ એન્જિન ચલાવતા લોકોના મનમાં એક ઈચ્છા છે કે જો સીએનજી કિટની જેમ ઈલેક્ટ્રિક કીટ ઉપલબ્ધ હોય તો તેઓ પોતાના વાહનોમાં બેસાડીને મોંઘા પેટ્રોલ અને ડીઝલથી છુટકારો મેળવી શકે છે.

તો આવા ગ્રાહકો માટે સારા સમાચાર છે. પુણે સ્થિત નોર્થવે મોટરસ્પોર્ટ એ પેસેન્જર અને કોમર્શિયલ વાહનો બંને માટે EV કન્વર્ઝન કીટ (ઇલેક્ટ્રિક વ્હીકલ કન્વર્ઝન કીટ) લોન્ચ કરી છે. જેને લોકો પોતાની કારમાં બેસાડી શકે છે. જણાવી દઈએ કે કંપનીએ હાલમાં આ ઇલેક્ટ્રિક કીટ મારુતિ સુઝુકી ડિઝાયર અને ટાટા એસ માટે ઉપલબ્ધ કરી છે.