Not Set/ માઇકલ દેવવ્રત પાત્રાની ભારતીય રિઝર્વ બેંકનાં નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્તી

કેન્દ્ર સરકારે માઇકલ દેવવ્રત પાત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. કર્મચારી મંત્રાલયે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. પાત્રાનો ત્રણ વર્ષનો કાર્યકાળ રહેશે. પાત્રા કાર્યકારી નિયામક તરીકે હજી પણ નાણાકીય નીતિ વિભાગની દેખરેખ રાખી હતી. તે રિઝર્વ બેંકના ચોથા ડેપ્યુટી ગવર્નર રહેશે . કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા […]

Top Stories Business
patra માઇકલ દેવવ્રત પાત્રાની ભારતીય રિઝર્વ બેંકનાં નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્તી

કેન્દ્ર સરકારે માઇકલ દેવવ્રત પાત્રાને ભારતીય રિઝર્વ બેંકના નવા ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત કર્યા છે. કર્મચારી મંત્રાલયે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે. પાત્રાનો ત્રણ વર્ષનો કાર્યકાળ રહેશે. પાત્રા કાર્યકારી નિયામક તરીકે હજી પણ નાણાકીય નીતિ વિભાગની દેખરેખ રાખી હતી. તે રિઝર્વ બેંકના ચોથા ડેપ્યુટી ગવર્નર રહેશે .

કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, પાત્રાની નિમણૂક ત્રણ વર્ષ માટે કરવામાં આવી છે. પાત્રા આચાર્યની જગ્યા લેશે, જેમણે ગયા વર્ષે 23 જુલાઈએ પદ છોડ્યું હતું.

એવું માનવામાં આવે છે કે પાત્રા પાસે પણ આચાર્યની જેમ નાણાકીય નીતિ વિભાગ હશે. તે તમામ મહત્ત્વની નાણાકીય નીતિ સમિતિમાં પણ જોડાશે, જે વ્યાજના દર અંગે નિર્ણય લે છે. ગવર્નર શક્તિકાંતા દાસની અધ્યક્ષતાવાળી રિઝર્વ બેંકમાં મહત્તમ ચાર ડેપ્યુટી ગવર્નર હોઈ શકે છે. કેન્દ્રીય બેંકના અન્ય ત્રણ ડેપ્યુટી ગવર્નર્સ એન.એસ. વિશ્વનાથન, બી.પી. કાનુંગો અને એમ.કે. જૈન છે.

નાણાં મંત્રાલય સમિતિ દ્વારા ઇન્ટરવ્યુ લેવામાં આેવલા ઉમેદવારોમાંથી એક પાત્રા પણ હતા. સમિતિમાં બેંકિંગ અને નાણાં સચિવ રાજીવ કુમારનો સમાવેશ થાય છે. માનવામાં આવે છે કે વડા પ્રધાન કાર્યાલયમાં પણ પાત્રાના નામ પર મહોર લાગાવી દીઘી હતી. આ પદ માટે પરંપરાગત રીતે કેન્દ્રીય બેંકની બહારના અર્થશાસ્ત્રીઓની પસંદગી કરવામાં આવી છે. આચાર્યની આગળ ઉર્જિત પટેલ હતા, જેને બાદમાં ગવર્નર બનાવવામાં આવ્યા હતા.

2017 માં આરબીઆઈ સાથે કારકિર્દીની શરૂઆત કરનાર માઇકલ પાત્રા આરબીઆઈના ગવર્નર શક્તિકાંતા દાસ સાથે ગાઢ સબંધો ઘરાવે છે. ડિસેમ્બર 2018 માં દાસે પદ સંભાળ્યા ત્યારથી પાત્રાએ રેપો રેટમાં સતત ત્રણ ઘટાડાની તરફેણમાં હંમેશા મત આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.