WTC final/ ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી, હેઝલવૂડ કરતા પણ વધુ ખતરનાક છે નેસર

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની ટીમમાં જોશ હેઝલવૂડના સ્થાને માઈકલ નેસરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે નેસર હેઝલવૂડ કરતા પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું કારણ તેમનો હાંસલ કરેલો રેકોર્ડ છે અને ચેતેશ્વર પુજારા તેનાથી સારી રીતે વાકેફ છે.

Sports
michael neser replace josh hazelwood wtc final ind vs aus ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી, હેઝલવૂડ કરતા પણ વધુ ખતરનાક છે નેસર

અનુભવી ઝડપી બોલર જોશ હેઝલવૂડ હેમસ્ટ્રિંગની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં નિષ્ફળ રહેવાને કારણે ભારત સામેની આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાંથી બહાર થઈ ગયો છે. હેઝલવુડને આઈપીએલ 2023 દરમિયાન આ ઈજા થઈ હતી. 7 થી 11 જૂન દરમિયાન ઓવલ ખાતે રમાનારી WTC ફાઈનલ માટે ઝડપી બોલર માઈકલ નેસર (Michael Neser) ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

નેસર એપ્રિલ મહિનાથી ઈંગ્લેન્ડમાં છે

michael neser took pujara wicket in county scored century too wtc final ind vs aus 1 ટીમ ઈન્ડિયા માટે ખતરાની ઘંટડી, હેઝલવૂડ કરતા પણ વધુ ખતરનાક છે નેસર

માઈકલ નેસર પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ ઓછો અનુભવ છે. ઓસ્ટ્રેલિયા પાસે મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને પેટ કમિન્સ જેવા ફાસ્ટ બોલર છે, તેથી 33 વર્ષીય નેસરને માત્ર બે ટેસ્ટ રમવાની તક મળી છે. જમણા હાથના બોલરે આમાં 56 રનની સાથે 7 વિકેટ પણ લીધી છે. પરંતુ જ્યારે મોટા ખેલાડીઓ આઈપીએલમાં ભાગ લઈ રહ્યા હતા, ત્યારે નેસર ઈંગ્લેન્ડમાં કાઉન્ટી રમી રહ્યો હતો. તે એપ્રિલથી ઈંગ્લેન્ડમાં છે અને ગ્લેમોર્ગન ટીમનો હિસ્સો છે.

પુજારા આઉટ થઈ ગયો હતો

માઈકલ નેસરે ગયા મહિને સસેક્સ સામેની મેચમાં ચેતેશ્વર પૂજારાની વિકેટ લીધી હતી. તે પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. કાઉન્ટી ચેમ્પિયનશિપની આ સિઝનની વાત કરીએ તો નેસેરે અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. આમાં તેણે 19 વિકેટ ઝડપી છે. યોર્કશાયર સામેની મેચની પ્રથમ ઇનિંગમાં તેણે 32 રનમાં 7 બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા હતા.

એક સદી અને બે અર્ધસદી ફટકારી

જોશ હેઝલવૂડ 11માં નંબર પર બેટિંગ કરે છે. અત્યાર સુધી તેના નામે કોઈ પણ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફિફ્ટી નથી. પરંતુ માઈકલ નેસર પણ એક અદભૂત બેટ્સમેન છે. આ વર્ષે તેણે કાઉન્ટીમાં જ એક અને બે અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પૂજારાની ટીમ સામે તેણે 123 રનની ઇનિંગ રમી હતી. અને એક મેચમાં 90 રન અને બીજી મેચમાં 86 રન બનાવ્યા હતા. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ સદી અને 15 અડધી સદી ફટકારી છે. તેણે લિસ્ટ Aમાં સદી પણ નોંધાવી છે. આવી સ્થિતિમાં તે ટીમ ઈન્ડિયા માટે હેઝલવૂડ કરતાં પણ વધુ ખતરનાક સાબિત થઈ શકે છે.