સારા સમાચાર/ કોરોના સામે લડનારા લોકોના શરીરની એન્ટીબોડીને લઇ થયો મોટો ખુલાસો

સમગ્ર દુનિયા માટે કાળ બની ગયેલા કોરોના વાયરસના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યારસુધીમાંમાં કરોડો લોકો સંક્રમિત થયા હે, જયારે મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે,

India
A 337 કોરોના સામે લડનારા લોકોના શરીરની એન્ટીબોડીને લઇ થયો મોટો ખુલાસો

સમગ્ર દુનિયા માટે કાળ બની ગયેલા કોરોના વાયરસના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ જીવલેણ વાયરસના કારણે અત્યારસુધીમાંમાં કરોડો લોકો સંક્રમિત થયા હે, જયારે મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા છે, ત્યારે આ વિકટ પરીસ્થિતિ વચ્ચે કોરોના સામે લડનારા લોકોના શરીરની એન્ટીબોડીને લઇ એક અભ્યાસમાં મોટો ખુલાસો થયો છે.

આ ખુલાસો વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના સંશોધકો દ્વારા કરાયો છે, જેમાં તેઓએ કહ્યું છે કે, કોરોનાના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓનું શરીર હંમેશા કોરોના સામે લડતું રહી શકે છે. મતલબ કે તમારા શરીરમાં કોરોના વિરૂદ્ધની એન્ટીબોડી હંમેશા બનતી રહેશે અને સંઘર્ષ પણ કરતી રહેશે.

આ પણ વાંચો :કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને બદલી નાખ્યું, વેક્સિન સૌથી પ્રમુખ હથિયાર : PM મોદી

આ ઉપરાંત વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોના સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના સંક્રમણના પહેલા લક્ષણના 11 મહિના બાદ ફરી એન્ટીબોડી વિકસિત થઈ રહ્યા છે.

વોશિંગ્ટન યુનિવર્સિટી સ્કુલ ઓફ મેડિસિનના વૈજ્ઞાનિકોનું આ સંશોધન સાયન્સ જર્નલ નેચરમાં 24 મેના રોજ પ્રકાશિત થયો હતો, જેમાં જણાવ્યા મુજબ, આ એન્ટીબોડી આજીવન આપણા શરીરમાં રહી શકે છે, એટલે કે વ્યક્તિના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન આ પ્રતિકારક ક્ષમતા બનતી રહેશે અને વ્યક્તિ કોરોના વાયરસ સામે સંઘર્ષ કરી શકશે.

આ પણ વાંચો : દેશમાં મ્યુકરમાઈકોસિસના 11717 કેસ નોંધાયા, ગુજરાતમાં સૌથી વધારે કેસ

તમને જણાવી દઈએ કે, કોરોનાની પહેલી લહેર બાદ સમાચાર સામે આવ્યા હતા કે, કોરોના વાયરસના સંક્રમણ બાદ વધુ દિવસ સુધી એન્ટીબોડી શરીરમાં રહેતા નથી, પરંતુ નવા સંશોધન બાદ આ ખોટું સાબિત થઇ ગયું છે.

આ પણ વાંચો :એન્ટિગુઆનાં PM એ કહ્યુ- જો મેહુલ ચોક્સી ભાગી ગયો છે તો તેની નાગરિકતા થશે રદ

kalmukho str 23 કોરોના સામે લડનારા લોકોના શરીરની એન્ટીબોડીને લઇ થયો મોટો ખુલાસો