સુરેન્દ્રનગર/ સાયલા પંથક માં ખાખીની આડમાં ખનીજ નો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ..

જિલ્લા પોલીસ વડા ને જાણકારી હોય તો કાર્યવાહી કરે તેવી સ્થાનિક લોકો ની માગ.

Gujarat
Untitled 588 સાયલા પંથક માં ખાખીની આડમાં ખનીજ નો કરોડો રૂપિયાનો કાળો કારોબાર ..

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ખનીજસંપત્તીનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે થાનગઢ તાલુકાનાં ખાખરાળા અને વગડીયા. ગઢડા. ખમપાલિયા કોલસા માટે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ તેમજ મામલતદાર સહિતની ટીમે ગેરકાયદેસર ખનીજચોરી અંગે ચેકીંગ હાથધરી રહ્યું છે પણ પોલીસ તંત્ર બેરોકટોક રીતે હપ્તા ઉઘરાવી અને ખનીજ માફિયાઓ ને પ્રોત્સાહન આપતા હોવા નું સ્થાનિક લોકો એ જણાવ્યું છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ થાનગઢ તાલુકામાં મોટાપાયે ભુમાફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનીજસંપતીનું ખનન અને વહન થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં પોલીસ તંત્ર દ્વારા ભુમાફીયાઓ પાસેથી મોટીરકમના હપ્તા લઈ બારોબાર ગેરકાયદેસર ખનીજચોરી થતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ પગલા ભરવામાં આવતાં નથી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ. સાયલા. મુળી. પંથકમાં બેરોકટોક ખનીજ ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે આ મામલે ઘણી વખત રજુઆત કરવામાં આવી છે તે છતાં પણ કોઈ પણ વાતનો નિવેડો આવી રહ્યો નથી.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ. મુળી. સાયલા પંથકમાં થી બેફામ રીતે રેતી ચોરી તેમજ કોલસાની ચોરી કરવામાં આવી રહી છે ને ભૂમાફિયાઓ દ્વારા સરકારી જમીનો હોય કે ગૌચર જમીન અને ખોદકામ કરી અને કોલસો કાઢવામાં આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારોમાં ૨૪ કલાક દિવસ-રાત પોલીસની રહેમ નજર તથા હપ્તા પધ્ધતીથી ભુમાફીયાઓ દ્વારા મોટાપાયે ગેરકાયદેસર ખનીજ સંપતીનું ખનન અને વહન થઈ રહ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી પરંતુ સ્થાનીક પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય સહિત અન્ય પોલીસ વિભાગો સહકાર ન આપતાં હોવાનું અને ભુમાફીયાઓને છાવરતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે