પાટણ/ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે…

બજારોમાં ચાઈનીઝ વસ્તુઓના બદલે લોકો મોટી સંખ્યામાં માટીના દીવા એટલે કે કોડિયાની  ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે. તો વધુ માં લોકોને સ્વદેશી માં પણ આધુનિક વેરાયટી મળી રહે છે

Gujarat Others Trending
પાટણ1 આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

દિપાવલી પર્વ હવે નજીકનાં દિવસોમાં આવનાર છે ત્યારે દિવાળીમાં દીવડાઓનું ખાસ મહત્વ ગણવામાં આવે છે ત્યારે કોરોના મહામારીમાં પાટણની બજારમાં હાલ માં માટીનાં કોડિયા બનાવનાર કારીગરો કોડિયા બનાવવામાં લાગી ગયા છે તો બીજી તરફ લોકો પણ કોડિયાની ખરીદી કરી રહ્યા છે. જોકે કોરોનને લઈ હાલમાં વેપારમાં મંદી જોવા મળી રહી છે.

પાટણ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

સમગ્ર દેશભરમા ચાઈનીઝ ચીજવસ્તુઓની ખરીદી પ્રત્યે દેશવાસીઓ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે અને સ્વદેશી અપનાવી રહયા છે ત્યારે હાલમાં દિવાળીના તહેવારો નજીક હોઈ તહેવારોમાં પોતાના ઘરની સજાવટ માટે લોકો ચાઈનીઝ વસ્તુઓની ખરીદી ના કરી સ્વદેશી વસ્તુઓની વધુ ખરીદી કરી રહ્યા છે. પાટણ જિલ્લામાં પણ દિવાળીના તહેવારોમાં શુભનું પ્રતીક ગણાતા માટીના કોડાયા એટલે કે દીવડાઓની ખરીદીમાં વધારો જોવા મળી રહ્યો છે.

પાટણ ૪ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

લોકો ઘર સજાવટ માટે શહેરની બજારોમાં ચાઈનીઝ વસ્તુઓના બદલે લોકો મોટી સંખ્યામાં માટીના દીવા એટલે કે કોડિયાની  ખરીદી કરતા નજરે ચડી રહ્યા છે. તો વધુ માં લોકોને સ્વદેશી માં પણ આધુનિક વેરાયટી મળી રહે તે માટે આ વર્ષે હસ્ત કારીગરો એ વિવિધ ડિઝાઇન વાળા કોડિયા તૈયાર કર્યા છે.

પતન૧ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

જેને લઇ દર વર્ષની સરખામણી કરતા આ વર્ષે હસ્ત કારીગરો દ્વારા બનાવેલ માટીના કોડિયાનું વેચાણ થતું હોઈ સ્થાનિક વેપારીઓ આત્મ નિર્ભર બની રહ્યા છે. વેપારીની આવકમાં પણ વધારો થતા કારીગરો અને વેપારીઓ માં આનંદ ની લાગણી જોવા મળી રહી છે .

પાટણ 2 આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

પરંપરાગત રીતે આદિકાળ થી લઇ આજદિન સુધી સમાજ માં માટીના કોડિયાનું મહત્વ આજે પણ જળવાઈ રહ્યું છે. વર્ષ દરમ્યાન કોઈ પણ શુભ કામ હોઈ કે ભગવાન ની પૂજા માટે દીવો કરવા માટે કે પછી તહેવારોમાં ઘરની સજાવટ માટે હોય ત્યારે આધુનિક યુગમાં પણ લોકો ચાઈનીઝ લાઈટો કરતા માટીના દીવડાઓ પ્રત્યે વધુ આકષર્ણ ધરાવે છે.  વધુમાં લોકસંસ્કૃતિ પ્રમાણે ઘર આંગણે  દીવો કરવાથી ઘરમાં સુખ સમૃધ્ધિ આવે છે. આમ પરદેશી ચીજ વસ્તુઓના બદલે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાથી લોકસંસ્કૃતિ પણ ઉજગાર થતી હોય છે.  તેવા આશયથી આ વર્ષે લોકો દિવાળીમાં ઘર સજાવટ માટે માટીના કોડિયાની ખરીદી કરી રહ્યા છે.

પત્તાન ૩ આજે આધુનિક યુગમાં પણ માટીના કોડિયાનું સ્થાન યથાવત છે...

કહેવાય છે કે દિવાળીના તહેવારોમાં સમગ્ર પરિવારના જીવનમાં અંધકાર દૂર થાય અને નવો પ્રકાશ મળે તે માટે ઘરના આંગણે લોકો દીવડાઓ પ્રગડાવે છે. અને આજે પણ આ દીવડાઓની સજાવટ થી સજ્જ ઘર આંગણું ગમે તેટલી કિંમતી લાઈટો થી સજ્જ આંગણા ને ઝાંખું પાડી દે છે એટલે જ આજે પણ આધુનિક યુગ માં માટીના કોડિયાનું મહત્વ યથાવત છે.

અનોખા દીવા / રંગીલા રાજકોટની અનોખી શાનમાં ઉમેરો કરશે અનોખા દીવા

પાટણ / હિટ એન્ડ રનમાં આશારામ મહારાજનું મોત

Auto / ટૂંક સમયમાં લોન્ચ થશે MINI કૂપરની ઇલેક્ટ્રિક કાર, જાણો શું છે તેમાં ખાસ

સાવધાન! / શું તમે પણ બાળકને ગેમ રમવા માટે મોબાઈલ આપો છો? બેંક ખાતું આ રીતે ખાલી થઈ શકે છે!

Tips / જો તમારી કારમાં લગાવેલ ફાસ્ટેગ વધારે જૂનું થઈ ગયું છે તો દંડ થઈ શકે છે

Technology / તમે QR કોડ વિશે ભાગ્યે જ આ બાબતો જાણતા હશો, આ માહિતી ખૂબ જ ઉપયોગી છે