Alert!/ નિપાહ વાયરસના લીધે કેરળના આ વિસ્તારોમાં મીની લોકડાઉન! NIVની ટીમ આવતીકાલે પહોચશે કેરળ

કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.   કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

Top Stories India
5 17 નિપાહ વાયરસના લીધે કેરળના આ વિસ્તારોમાં મીની લોકડાઉન! NIVની ટીમ આવતીકાલે પહોચશે કેરળ

કેરળના કોઝિકોડમાં નિપાહ વાયરસના કારણે બે લોકોના મોત બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીંની સાત ગ્રામ પંચાયતોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં તબદીલ થયું છે. કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારો અને હોસ્પિટલોમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.   કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લામાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

કોઝિકોડ જિલ્લા મેજિસ્ટ્રેટ એ ગીતાએ સાત પંચાયતોમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, બેંકો અને સરકારી સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપ્યો છે. માત્ર દવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને જ સવારે સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે કેરળમાં જે પ્રકારનો વાઈરસ જોવા મળે છે તે બાંગ્લાદેશ પ્રકાર છે, જે માણસથી માણસમાં ફેલાય છે.

કેરળમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના ચાર કેસ નોંધાયા છે. બુધવારે રાજ્ય સરકારે એસેમ્બલીમાં જણાવ્યું હતું કે પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (NIV) ની એક ટીમ નિપાહ વાયરસની તપાસ કરવા માટે કેરળ આવશે. NIV ટીમ કોઝિકોડ મેડિકલ કોલેજમાં ચામાચીડિયાનું સર્વેક્ષણ પણ કરશે. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને લોકોને ગભરાવાની અને સાવચેતી રાખવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે દરેક વ્યક્તિએ આરોગ્ય વિભાગ અને પોલીસની સૂચનાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને પ્રતિબંધોને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ.

નિર્ણય/મદરેસાના વિદ્યાર્થીઓ હવે સંસ્કૃત પણ ભણશે,આ રાજ્ય સરકારે લીધો નિર્ણય