Not Set/ મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આસામ અને ત્રિપુરામાં ભાજપને પછાડવા કોંગ્રેસના ધુરંધરોને ટી એમ સી માં ખેંચવાના પગલાં આસપાસ સર્જાતા સવાલો

India Trending
mamata123 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી એક બાજુથી એકતા મજબુત બનાવવાના ઈરાદાથી દિલ્હીની મુલાકાત લઈ કોંગ્રેસના શ્રીમતી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિતના નેતાઓની મુલાકાત લે છે તો બીજી બાજુથી વિપક્ષી એકતાને અસર થાય તેવું પગલું પણ ભરે છે. જાે કે તેની પાછળનું તેનું ગણિત પોતાના પક્ષની તાકાત વધારવાનું છે અને આ માટે તેમણે મિશન ઈશાન ભારત શરૂ કર્યું છે. ઈશાન ભારતમાં ભાજપ પછી જાે કોઈ પક્ષની વધુ તાકાત હોય તો તે કોંગ્રેસની છે અને તેથી જેમ પશ્ચિમ બંગાળમાં ટીએમસીના અને કોંગ્રેસના આગેવાનોને ખેડવીને ભાજપે મજબૂત બનવા પ્રયાસ કર્યો ભલે સત્તા ન મળી પણ તેની તાકાત તો વધી જ. પશ્ચિમ બંગાળમાં ભાજપ મુખ્ય વિરોધ પક્ષ તો બની જ ગયો. બસ આ જ નિયમ ને આ જ ધોરણ પ્રમાણે ટીએમસીએ વ્યૂહનીતિ અપનાવી છે.

himmat thhakar 1 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

ઈશાન ભારતમાં જાેઈએ તો સૌથી મોટા રાજ્ય ગણાતા આસામમાં ૧૪ બેઠકો છે અને બાકીના ૮ રાજ્યોમાં ૯ બેઠકો મળી કુલ ૨૩ અને ત્રિપુરાની ચાર બેઠકો તેમાં ઉમેરાય તો ૨૭ બેઠકો થાય. હવે આ રાજ્યોની બેઠક સાથે જાે પશ્ચિમ બંગાળની બેઠકો ઉમેરાય તો તેની સંખ્યા ૭૩ થાય તેમાંથી વધુમાં વધુ બેઠકો જીતે તો ટી.એમ.સી. કોંગ્રેસ પછીનો કે કોંગ્રેસ સમકક્ષ પક્ષ બનીને ઉભો રહે તેટલી બેઠકો તેની થાય. સાથી મમતા બેનરજીએ આસામ અને ત્રિપુરા એ બે રાજ્ય પર પહેલું ધ્યાન કેન્દ્રીત કર્યું છે. આ બન્ને રાજ્યોાં કોંગ્રેસની તાકાત કમ સે કમ પશ્ચિમ બંગાળ કરતાં તો વધારે જ છે. આસામમાં તો કોંગ્રેસે ભાજપને મજબુત લડત પણ આપી હતી. અત્યારે પણ આપે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મમતા બેનરજીએ આસામમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાની સભ્ય રહી ચૂકેલા સુસ્મિતા દેવને પહેલા કોંગ્રેસ છોડાવી અને પછી માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં ટીએમસીમાં સામેલ પણ કરી દીધા. સુસ્મિતા દેવ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના અધ્યક્ષ એટલે કે એક અર્થમાં કહીએ તો કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા હતાં.

goggle camera 7 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

 

સુસ્મિતા દેવ જે જનાધાર મજબૂત છે. આસામના અમુક વિસ્તારોમાં તેમનું વર્ચસ્વ પણ સારૂ જ છે. આથી તેમણે આ દાવ ખેલ્યો હોવાનું માનવામાં આવે છે. જાે કે ટીએમસીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ આ બાબતમાં એવી સ્પષ્ટતા કરી છે કે હવે પછી આસામના ભાજપના કેટલાક નારાજ નેતાઓ ટીએમસીનો ખેસ પહેરે તે માટેનો તખ્તો ગોઠવાયો છે. જાે કે રાજકીય વર્તુળો એવી કોમેન્ટ કરે છે કે દીદી ભલે આસામમાં ભાજપ સામે મોરચો માંડવાની વાતો કરી હોય પરંતુ તેઓ ત્યાં પોતાની તાકાત તો કોંગ્રેસના ભોગે જ મજબૂત બનાવી રહ્યા છે. આથી ત્યાં ભાજપને હજી સુધી તો કશું ગુમાવવાનું આવ્યું નથી. સુસ્મિતાદેવ અને તેના સાથીઓના ભોગે મજબૂત ટીએમસી બની અને કોંગ્રેસ નબળી પડી છે. આસામ કોંગ્રેસના કેટલાક વરિષ્ઠ મોવડીઓએ તો આ બાબતમાં ખૂલ્લી નારાજગી પણ વ્યક્ત કરી છે. કોંગ્રેસના ભોગે આસામમાં ટીએમસી મજબૂત બને તેની સામે તેઓને કોઈ વાંધો છે. આસામના કેટલાક પ્રચાર માધ્યમોએ પણ આ બાબતમાં એવી ટકોર કરી છે કે ટીએમસીમાં જાે ત્રેવડ હોય અને આસામમાં ભાજપ સામે પડકાર ઉભો કરવા માગતા હોય તો પહેલા ભાજપના નારાજ નેતાઓના સમૂહને ટીએમસીમાં ભેળવવા પ્રયાસ કરવો જાેઈએ. બાકી તો આસામમાં આ રીતે મજબૂત બનેલી ટીએમસી ઓવૈસીના પક્ષની જેમ ભાજપ વિરોધી મતો બગાડનારી ભાજપની બી ટીમ જ પુરવાર થઈ શકે છે.

goggle camera 8 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

મમતા બેનરજીએ બીજાે ઘા ત્રિપુરામાં કર્યો છે. જ્યાં ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પિયૂષ ક્રાંતિ બિશ્વાસને ટીએમસીમાં લેવા દાવ ગોઠવ્યો છે. કદાચ આ નેતા ટીએમસીમાં સામેલ થવા તૈયાર થઈ ગયા છે. કારણ કે ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસ પ્રત્યે કોંગ્રેસના મોવડી મંડળનું જે વલણ છે તેનાથી બિશ્વાસ અને તેા સાથીઓ નારાજ છે. બીજી બાજુ ભાજપ છોડી ઘરવાપસી કરનાર ટીએમસીના વરિષ્ઠ નેતા મુકુલ રોય પોતાના બે-ત્રણ મોટા મિત્રોને ભાજપમાંથી ટીએમસીમાં ઘરવાપસી કરાવવા વ્યૂહ ગોઠવી રહ્યાં છે.

 

goggle camera 9 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર
ત્રિપુરાની રાજકીય સ્થિતિ એવી છે કે ત્યાં હાલ ભાજપ સત્તાસ્થાને છે. ડાબેરી મોરચો મુખ્ય વિપક્ષ છે અને પુર્વ મુખ્યમંત્રી માનેક રાવ સરકાર વિપક્ષના નેતા છે. ત્રિપુરામાં ડાબેરી મોરચો સતત ૨૦ વર્ષ કરતાં વધુ સમય સત્તા પર હતો. માનેક રાવ સરકાર પ્રમાણિકતા અને સાદાઈના પર્યાય સમા નેતા છે. ગત ચૂંટણીમાં ભાજપે કેટલાક આદિવાસી જૂથોને સાથે લઈને ચૂંટણીમાં જીત મેળવી હતી તે વાત જગજાહેર છે.

 

goggle camera 10 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર
આ સંજાેગોમાં ત્રિપુરામાં પણ કેટલાક જિલ્લાઓના લોકોમાં પણ આશ્ચર્ય છે કે ડાબેરી મોરચો કેમ હાર્યો ? બીજા નંબરે રહેતો કોંગ્રેસ પક્ષ ત્યાં બીજા નંબરે કેમ ધકેલાયો ? અને જ્યાં ભાજપને એક – બે બેઠક મેળવવાના ફાંફા હતાં ત્યાં ભાજપે કાઠું કેમ કાઢ્યું ? આ પ્રશ્નોના જવાબ મેળવવા ત્રિપુરાના બુદ્દિજીવી ગણાતા નાગરિકો તો ફાંફા મારે જ છે તો બીજી બાજુ ત્રિપુરાની પ્રજા પણ માથું ખંજવાળે છે. આ પણ એક હકિકત છે, વાસ્તવિકતા છે. કોંગ્રેસ ક્ષીણ પડી તેનું કારણ તેના કેટલાક નેતા ભાજપમાં ભળ્યા તે છે. આ દાવ મુકુલરોયનો હતો. જે તે વખતે તેઓ ભાજપમાં હતાં અને હવે ઉપર જણાવી ગયા તે પ્રમાણે ટી.એમ.સી.માં ઘરવાપસી કરી છે. કોંગ્રેસને તોડી ત્રિપુરામાં ભાજપ મજબુત બન્યો છે હવે ત્રિપુરામાં કોંગ્રેસનું જે કાંઈ બચ્યું છે તેને ટી.એમ.સી.માં લઈ ટીએમસી મજબૂત બનવા માગે છે.

goggle camera 11 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

ટીએમસીના ઘણા નેતાઓ માને છે કે ત્રિપુરામાં આ રીતે મજબૂત બનેલ ટીએમસી ભાજપ સામે લડી શકશે ખરી ? વિપક્ષી એકતા માટેની ટી.એમ.સી.ની કવાયતમાં ડાબેરીઓ પણ સામેલ છે. ખરી રીતે દીદી જાે બીજા પક્ષોને તોડીને પોતાની તાકાત વધારવા માગતા હોય તો પહેલો ઘા તેમણે ભાજપ પર જ કરવો જાેઈએ તેવું લાગે છે.

goggle camera 12 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર
ત્રિપુરામાં તો વિપક્ષી એકતાના હિમાયતી એવા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ મુલાકાત લઈ ચૂક્યા છે. ભાજપ સરકારે તેમને હોટલ બહાર ન નીકળવા દીધા તે અલગ વાત છે. ટીએમસીએ ત્રિપુરા વિધાનસભામાં વિજય મેળવવા દાવ ખેલે છે. પરંતુ ત્યાં પણ તે ભાજપના બદલે કોંગ્રેસને લક્ષ્યાંક બનાવી આસામવાળી નીતિ જ અમલી બનાવવા પ્રયાસ કરે છે. આના કારણે ચર્ચા એવી છે કે મીશન ઈશાન ભારતમાં દીદીનું લક્ષ્યાંક હોય અથવા ભાજપને પછાડવા તેઓ કોંગ્રેસને કેમ તોડે છે ? કોંગ્રેસને કેમ ટાર્ગેટ બનાવે છે ? આ બાબત કોંગ્રેસ અને ટીએમસી બન્નેએ સાથે બેસીને વિચારવાની જરૂરત છે.

mamata123 મિશન ઈશાન ભારત: લક્ષાંક ભાજપ પણ પ્રહાર કોંગ્રેસ પર

વિશ્લેષણ / પહેલી લહેરનું રોલમોડલ ત્રીજી લહેર માટે એપી સેન્ટર ??

તાલિબાનની હેવાનિયત  / યુએસ હેલિકોપ્ટરમાંથી લટકાવ્યો મૃતદેહ, શહેરભરમાં ફેરવ્યો, વાયરલ વીડિયોનો દાવો