Not Set/ #Budget2019: જાણીલો આવા છે “કેન્દ્રીય બજેટ 2019-20નાં મુખ્ય 51 મુદ્દાઓ”

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા આજે રજૂ કરવામા આવેલા સર્વગ્રાહી બજેટમાં દેશનાં જન અને જનનાં મનને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવેલું હોવાની પ્રતિતિ થાય છે ત્યારે આ બજેટ આમ ઔર ખાસ સૌને આનંદ આપનારું, બજેટ આમતો સામાન્ય માણસો માટે સમજવું મુંજવણ કે અણગમાનો વિષય માનવામા આવે છે ત્યારે આવો જોઇએ આ અંદાજપત્રની ખાસ વાત…. 1. […]

Top Stories India
budget4 #Budget2019: જાણીલો આવા છે "કેન્દ્રીય બજેટ 2019-20નાં મુખ્ય 51 મુદ્દાઓ"

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્રારા આજે રજૂ કરવામા આવેલા સર્વગ્રાહી બજેટમાં દેશનાં જન અને જનનાં મનને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવેલું હોવાની પ્રતિતિ થાય છે ત્યારે આ બજેટ આમ ઔર ખાસ સૌને આનંદ આપનારું, બજેટ આમતો સામાન્ય માણસો માટે સમજવું મુંજવણ કે અણગમાનો વિષય માનવામા આવે છે ત્યારે આવો જોઇએ આ અંદાજપત્રની ખાસ વાત….

budget #Budget2019: જાણીલો આવા છે "કેન્દ્રીય બજેટ 2019-20નાં મુખ્ય 51 મુદ્દાઓ"

  • 1. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતની અર્થવ્યવસ્થા 2.7 ટ્રિલિયન ડૉલર જેટલી થઈ
  • 2. ઇલેક્ટ્રીક કાર ખરીદવી અને હોમ લોન સસ્તી થઈ
  • 3. ડિફેન્સ સેક્ટરને બુસ્ટર ડોઝ : ઇક્વિપમેન્ટની આયાત પરની કસ્ટમ ડ્યૂટી નાબૂદ
  • 4. રૂ.5 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં
  • 5. રીટર્ન ભરવા આધાર કાર્ડનો પણ વિકલ્પ ઉપલબ્ધ. હવે આધાર કાર્ડ થકી પણ IT રીટર્ન ફાઈલ કરી શકાશે
  • 6. લોનના વ્યાજમાં પણ રાહત : 45 લાખ સુધીના ઘર પર મળશે 1.50 સુધીની વ્યાજમુક્તિ. લોનના વ્યાજમાં પણ રાહત : અફોર્ડેબલ હાઉસિંગ માટે હવે 3.5 લાખ સુધીના વ્યાજમાંથી મુક્તિ
  • 7. ડિફેન્સ ઉપકરણ ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટી હટી, નિયત કરેલી ઈલેક્ટ્રોનિક આઇટમ પર પણ કસ્ટમ ડ્યૂટી હટી
  • 8. રેલવેમાં ખાનગી મૂડીરોકાણ વધારાશે
  • 9. વીજળી ટેરિફમાં સુધારા કરવાની યોજના
  • 10. ત્રણ કરોડ દુકાનદારોને પેન્શન આપવાની યોજના
  • 11. દરેકને પોતાનું ઘર હોય એવી યોજના ચાલુ છે
  • 12. આદર્શ ભાડા યોજના તૈયાર કરાશે
  • 13. એમએસએમઇ માટે ઓનલાઈન પોર્ટલ હશે
  • 14. બધાં રાજ્યોને ગ્રીડથી વીજળી મળશે
  • 15. રેલવેમાં પીપીપી મોડેલનો ઉપયોગ કરાશે અને નાનકડાં શહેરોને જોડતી રેલવે સેવા પર વધુ ભાર મૂકાશે
  • 16. 210 મેટ્રો લાઇન કામ કરતી થઈ છે
  • 17. મહિલા સ્વંય સહાયતા સમૂહ યોજનાને દેશનાં દરેક જિલ્લામાં શરુ કરવામાં આવશે
  • 18. મહાત્મા ગાંધીનાં મૂલ્યોથી યુવાઓને અવગત કરાવવા માટે ગાંધીપીડિયા તૈયાર કરાશે
  • 19. મૂળભૂત સુવિધાઓનાં વિકાસ માટે કેન્દ્ર સરકાર આવતાં 5 વર્ષમાં રૂ.100 લાખ કરોડનું રોકાણ કરશે
  • 20. જળમાર્ગનો વ્યવહાર વધારવામાં આવશે
  • 21. ડિજીટલ ઇન્ડિયાને દરેક ક્ષેત્રમાં પહોંચતું કરાશે
  • 22. પાયાની સુવિધાઓ વધારવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢ કરાશે
  • 23. ફિતુરશાહી ઘટાડીને સરકારી કામકાજ સરળ કરી દેવાશે
  • 24. ગ્રામ વિસ્તારોના વિકાસને અગ્રતા અપાશે
  • 25. મીડિયામાં વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન અપાશે
  • 26. વીમા ક્ષેત્રમાં 100 ટકા વિદેશી મૂડીરોકાણને આવકારાશે
  • 27. સેટેલાઇટ લોંચ કરવાની ક્ષમતા વધારવામાં આવશે
  • 28. નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડની યોજના ઘડાઈ રહી છે
  • 29. ખેડૂતોને એમના ઉત્પાદનોનો વાજબી ભાવ મળે એની તકેદારી રખાશે
  • 30. ગામડાંઓમાં દરેક ઘરે પીવાનું પાણી પહોંચાડાશે
  • 31. જળઊર્જા મંત્રાલય દરેક જળસ્રોતનો મહત્તમ ઉપયોગ કરશે
  • 32. એનઆરઆઇ ઇન્વેસ્ટરો માટે સરળ કેવાયસી નોર્મ્સ તૈયાર કરાશે
  • 33. વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત 1.25 લાખ કિલોમીટર જેટલી સડકો બનાવાશે
  • 34. ખેડૂતોને ઊર્જાદાતા બનાવવામાં આવશે, દસ હજાર કિસાન સંધો તૈયાર કરાશે
  • 35. દાળના ઉત્પાદન બાબતમાં દેશ સ્વનિર્ભર બની રહેશે
  • 36. ઉજ્જવલા યોજના હેઠળ સાત કરોડ નવા ગેસ કનેક્શન આપ્યા છે
  • 37. 2022 સુધીમાં દરેક ગામડાના દરેક ઘરમાં ગેસ કનેક્શન આપવામાં આવશે
  • 38. ભારતને મોસ્ટ ફેવરીટ એફડીઆઇ (વિદેશીઓના મૂડી રોકાણકારો) બનાવવાની યોજના છે
  • 39. રાજઘાટ પર રાષ્ટ્રીય સ્વચ્છતા કેન્દ્રનું નિર્માણ કરાશે
  • 40. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાવવામાં આવશે
  • 41. ઝીરો બજેટ ખેતી પર ભાર મૂકાશે
  • 42. વાંસ અને મધ ઉછેર કેન્દ્ર માટે સ્પેશ્યિલ ક્લસ્ટર બનશે
  • 43. સીંગલ બ્રાન્ડ રિટેલમાં એફડીઆઇની મર્યાદા વધારાશે
  • 44. ઇલેક્ટ્રીક વાહનોની બેટરી ચાર્જ કરવાના મથકો સ્થપવા ઉપરાંત એમની સંખ્યા વધારાશે
  • 45. ખેલો ઇન્ડિયા સ્કીમ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ એજ્યુકેશન બોર્ડની શરૂઆત કરાશે
  • 46. ભારતીય ઊચ્ચ શિક્ષણ આયોગની સ્થાપના કરાશે અને રમત-ગમતના વિકાસ માટે નવા વિભાગની રચના કરાશે
  • 47. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને રૂ.400 કરોડની મદદ કરશે કેન્દ્ર સરકાર
  • 48. સ્ટાર્ટઅપ્સ માટે નવા ટીવી પ્રોગ્રામ-ચેનલ શરૂ કરાશે, સ્ટાર્ટઅપ્સને આઇટી વિભાગની કનડગત થશે નહીં, સ્ટાર્ટઅપ્સનું            આઇટી સ્ક્રુટિની નહીં થાય, સ્ટાર્ટઅપ્સ સામેના આઇટી વિભાગના કેસોની ઝડપી પતાવટ થશે
  • 49. ઇલેક્ટ્રીક વ્હિકલ પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો અને ઇ-વાહન ખરીદવા રૂ.દોઢ લાખ સુધીની વ્યાજ સહાય
  • 50. નેત્રહીનો માટે રૂ.5 અને 10નાં નવા સિક્કા બનશે
  • 51. જનધન ખાતેદાર મહિલાઓને રૂ. 5000ની ઓવરડ્રાફ્ટ સુવિધા આપવામાં આવશે, મહિલાઓ ઝીરો બેલેન્સ પર એક                નિશ્ચિત મર્યાદા માટે રૂ. 5 હજાર સુધીની લોન લઈ શકશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.