સિક્કો ક્યારે ચાલશે?/ ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

દેશનું માત્ર એક શહેર એવું જ્યાં ભારતીય ચરણનો 10 નો સિક્કો અને 5 ની નોટ નથી ચાલતી

Top Stories Gujarat Others
ભાવનગર

ગુજરાતનું એક એવું શહેર જ્યાં 10 નો સિક્કો અને 5 ની નોટ નથી ચાલતી, આ શહેર છે ભાવનગર, 2016 માં કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરવામાં આવેલ 500 અને 1000 ની ચરણી નોટ બાદ ભાવનગર માં અફવાના પગલે 10નો સિક્કો અને 5ની નોટ વેપારી અને ગ્રાહકે સ્વીકારવા પર ઇનકાર કર્યો આવો શું છે વિગત જાણીએ…

Untitled 21 ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 નવેમ્બર 2016 ના રોજ અચાનક ભારતીય ચલાવવાની 500 અને 1000ની નોટો બંધ કરી દેવામાં આવી હતી ત્યારે ભાવનગરમાં આ બે જણને વોટ સાથે 10 નો સિક્કો અને પાંચની નોટ પણ વેપારી અને ગ્રાહકોએ નહીં સ્વીકારવાનું શરૂ કરી દીધેલ છે જે આજ દિન સુધી ભાવનગર શહેરમાં 10 નો સિક્કો કે પાંચની નોટ બજારમાં ચાલતી નથી ઘણી વખત ભાવનગર બહાર થી આવેલા મહેમાનો પણ છુટા પરચુરણ ને લઈને મુશ્કેલી માં મુકતા હોય છે, જો કે શરૂઆત માં ગુજરાત માં અનેક જગ્યાએ 10 સિકકો અને 5ની નોટનો અસ્વીકાર લોકોએ કરેલો બાદમાં RBI દ્વારા મુદ્દે કાનૂની કરીવાહી કરવાની ચીમકી આપતા અન્ય જિલ્લામાં સ્વીકારવા નું શરૂ થઈ ગયું હતું જોકે ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા અર્પણ અગાઉ જાહેરનામું પાડવામાં આવ્યું હતું જો કોઈ 10 સિક્કો કે 5 ની ચરણી નોટ અસ્વીકાર કરે તો કલેકટર સમક્ષ ફરિયાદ કરી શકાશે પરંતુ આ જાહેર નામું માત્ર કાગળ પર રહી ગયું, જુઓ અમારા સંવાદાતા હિરેન જ્યારે બજાર માં સ્ટિંગ કર્યું ત્યારે વેપારી સુ કહી રહિયા છે.

Untitled 22 ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

ભાવનગરમાં મોટા ભાગના શહેરોમાં નાના ફેરિયાથી માંડીને વેપારીઓ પણ રૂપિયા 10ના સિક્કા લેવાની ના પાડી દે છે. 10ના સિક્કા ચલણમાં હોવા છતાં વેપારીઓ સ્વીકારતા નથી. કારણ કે લોકોમાં પણ મોટી ગેરસમજ ચાલી રહી છે કે, 10ના સિક્કા ચલણમાં રહ્યા નથી. એટલે 10ના સિક્કા વેપારીઓ સ્વીકારતા નથી અને વેપારીઓ આપે તો ગ્રાહકો પણ 10ના સિક્કા લેતા નથી. ત્યારે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. જોકે આ અંગે ભાવનગર વાસીઓ અલગ જ મંતવ્ય આપી રહ્યા છે.

Untitled 22 ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

ઉલ્લેખનિય છે કે આ અંગે ભાવનગર ક્લેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.જે અંતર્ગત ભારત સરકારનું નાણુ હોય તેની કોઇપણ વેપારી લેવાની ના કહી શકે નહિ અને જોઇ કોઇપણ વેપારી કે દુકાનદાર આ દસના સિક્કા લેવાની ના પાડે તો જિલ્લા કલેક્ટરમાં ફરીયાદ કરી શકાય છે.જોકે આ જાહેરનામું માત્ર કાગળ પર જ દેખાઈ રહ્યું છે.

Untitled 23 ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

ભાવનગર શહેરમાં લાંબા સમયથી રૂ. દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ કરવા માં આવ્યો હતો અને હવે ભાવનગરની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ સંજોગોમાં અગાઉ ભાવનગરમાં કલેક્ટરેજાહેરનામું પ્રસિદ્ધ કરીને સૌ કોઇને રૂ.10ના સિક્કા સ્વીકારવા જણાવેલું પણ હજી તેની કોઇ અસર ભાવનગરની બજારમાં જોવા મળી નથી.

Untitled 24 ભાવનગરમાં 10,5ના સિક્કાને લઈને ગેરસમજ, વેપારી ,ગ્રાહકોનો સિક્કા સ્વિકારવાનો ઈન્કાર

રાજ્યના મહાનગરોમાં માત્ર ભાવનગર એક જ એવું મહાનગર છે જ્યાં રૂ.10ના સિક્કા ભાગ્યે જ કોઈ લેય છે. ભારત સરકારનુ નાણુ હોય તેની કોઇપણ વેપારી લેવાની ના કહી શકે નહિ અને જોઇ કોઇપણ વેપારી કે દુકાનદાર આ દસના સિક્કા લેવાની ના પાડે તો જિલ્લા કલેક્ટરમાં ફરીયાદ કરી શકાય છે. આરબીઆઇનુ ચલણ દરેક જિલ્લામાં ચાલે છે. પરંતુ ભાવનગર માં કેમ નહિ ચાલતું તે વિચારવા લાયક છે ત્યારે હવે ભાવનગર કલેકટર આગળ સુ પગલાં લેશે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો:ચાલુ સ્કૂલ બસે ડ્રાઇવરને આવ્યો એટેકઃ રાજકોટની તરુણીએ સ્ટીયરિંગ સંભાળી અનેકના જીવ બચાવ્યા

આ પણ વાંચો:જંત્રીમાં અચાનક જ વધારાથી બિલ્ડરો ધુંઆપુઆઃ ગ્રાહકો સાથે મોટાપાયે સંઘર્ષની શક્યતા

આ પણ વાંચો:અમદાવાદના એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્યઃ પીએમના સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા