Not Set/ મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજે ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઇ છે.

Top Stories Sports
1 5 મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે કેપ્ટન મિતાલી રાજે ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી છે, અને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનાં ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઇ છે.

11 69 મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

The Hundred / મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લાખો રૂપિયાની ઓફરને નકારી, નવી લીગમાં રમવાનો કર્યો ઇનકાર

ભારતીય મહિલા ટેસ્ટ અને વનડે ટીમની કેપ્ટન મિતાલી રાજે શનિવારે એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગઇ છે. તેણે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ઈંગ્લેન્ડનાં પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સને પાછળ છોડી દીધી છે. મિતાલીનાં હવે ત્રણેય ફોર્મેટમાં 10,277 રન છે. ઈંગ્લેન્ડ સામે વર્સેસ્ટર ખાતેની ત્રીજી વનડે મેચમાં 220 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા 38 વર્ષીય મિતાલીએ 24 મી ઓવરમાં એડવર્ડ્સનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે ઝડપી બોલર નટ સાઇવરનાં બોલમાં ચોક્કો ફટકારીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. 7,849 રન સાથે સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં ન્યુઝીલેન્ડનાં સુજી બેટ્સ ત્રીજા નંબરે છે. લીગ સ્ટેજ દરમિયાન એડવર્ડ્સને પાછળ રાખીને મિતાલી રાજ વર્લ્ડ કપનાં 11 માં એડિશનમાં 12 જુલાઈ, 2017 નાં રોજ વનડેમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની હતી. ઓસ્ટ્રેલિયા સામેની આ જ મેચમાં તે વનડે ફોર્મેટમાં 6000 રન બનાવનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.

11 70 મિતાલી રાજે તોડ્યો રેકોર્ડ, મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવાનાર ખેલાડી બની

The Hundred / મહિલા ક્રિકેટ ખેલાડીઓએ લાખો રૂપિયાની ઓફરને નકારી, નવી લીગમાં રમવાનો કર્યો ઇનકાર

ભારતીય કેપ્ટને 86 બોલમાં અણનમ 75 રન બનાવ્યા હતા. તેણે તેની ઇનિંગ્સમાં 8 ચોક્કા ફટકાર્યા હતા. આ સાથે, તે ચાર્લોટ એડવર્ડ્સનાં રેકોર્ડને તોડીને મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડી બની હતી. એડવર્ડ્સનાં નામે 10 હજાર 273 રન હતા. જ્યારે હવે મિતાલ રાજનાં નામે 10,277 રન છે. આ પહેલા પણ મિતાલીએ પોતાના નામે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. 26 જૂન 1999 નાં રોજ, 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે, મિતાલીએ એક વનડે મેચમાં આયર્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરતી વખતે અણનમ 114 રન બનાવ્યા હતા. 21 નવેમ્બર 2005 નાં રોજ, મિતાલી ઈંગ્લેન્ડ સામેની દિલ્હી ખેતાની ટેસ્ટ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી બની. તેણે અંજુ જૈનનો 2 હજાર 170 રનનો રેકોર્ડ તોડ્યો હતો.