ગુજરાત/ ડુમસ જમીન પ્રકરણ કૌભાંડ મામલે કલેકટરની પાટણમાં બદલીને લઈને ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉઠાવ્યા સવાલ

ડુમસ જમીન પ્રકરણ કૌભાંડ મામલે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. તેમની પાટણમાં બદલીને લઈને દિનેશ ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 15T123310.057 ડુમસ જમીન પ્રકરણ કૌભાંડ મામલે કલેકટરની પાટણમાં બદલીને લઈને ધારાસભ્ય દિનેશ ઠાકોરે ઉઠાવ્યા સવાલ

Patan News : ડુમસ જમીન પ્રકરણ કૌભાંડ મામલે કલેકટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા. આયુષ ઓક સામે ખાતાકીય કાર્યવાહી કરતા તેમની પાટણમાં બદલી કરવામાં આવી. જો કે પાટણમાં કલેકટરની બદલી થતા સ્થાનિકો કરતાં વધુ કોંગ્રેસ પક્ષ નારાજ થયો છે. તેમનું કહેવું છે કે કેમ પાટણમાં આવા લાંચિયા અધિકારીની બદલી કરવામાં આવી.

કલેકટર આયુષ ઓકની પાટણમાં બદલીને લઈને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે ધમકી આપી છે કે લાંચિયા કલેકટરની પાટણથી બદલી નહી થાય આંદોલન કરવામાં આવશે. પાટણ જિલ્લામાં પ્રમાણિક અધિકારીઓ ની જરૂર છે લાંચિયા અધિકારીઓની નહી. વધુમાં તેમણે કહ્યું કે ચાણસ્મા કે પાટણ જિલ્લામાં આવા કૌભાંડીઓ આવશે તો જિલ્લાને ભવિષ્યમાં ખૂબ મોટું નુક્સાન થશે તેમ પત્રમાં જણાવ્યું. જણાવી દઈએ કે સુરતના ડુમસ માં 2000 કરોડનું જમીન કૌભાંડમાં આયુષ ઓકનું તપાસમાં નામ ખૂલ્યું હતું. તેમની સામે કાર્યવાહી કરાતા તત્કાલીન વડોદરાના કલેકટર પદથી દૂર કરાયા અને પાટણમાં બદલી કરવામાં આવી.

નોંધનીય છે કે ધારાસભ્ય દિનેશ ઠાકોરે આ વખતની લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે ચૂંટણી જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો હતો. ચંદનજી ઠાકોર સામે ભાજપના ભરતસિંહ ડાભીએ જીત મેળવતા દિનેશ ઠાકોરે પક્ષ પત્ર લખી હારની જવાબદારી સ્વીકારી હતી. ભાજપને ગુજરાતમાં બહુમતી મળી છે પરંતુ કેન્દ્રમાં મોટી હારનો સામનો કરવો પડતા કોંગ્રેસ પક્ષના નેતાઓ વધુ ઉત્સાહમાં આવી તમામ મુદ્દાઓ પર સરકારની ઝાટકણી રહ્યા છે. રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડ કલેકટરને સસ્પેન્ડ કરી પાટણ બદલી કરાઈ. પાટણમાં આવા લાંચિયા કલેકટરને લઈને દિનેશ ઠાકોરે સવાલ ઉઠાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં