રાજકીય/ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો ફરી કોંગ્રેસમાં આવવા છે આતુર : સુખરામ રાઠવા

કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો પણ હવે કોંગ્રેસના સંપર્કમાં છે. સાથે 10 થી વધુ ભાજપના મોવડી મંડળના સભ્યો અને ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસના સંપર્કમાં છે.

Top Stories Gujarat
Untitled 28 7 કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો ફરી કોંગ્રેસમાં આવવા છે આતુર : સુખરામ રાઠવા

 રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના મુખ્ય સલાહ કાર સંયમ લોઢાએ દાવો કર્યો છે ગુજરાત કોંગ્રેસના ૧૦ થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્ક માં છે. અને વિધાનસભાની ચૂંટણી પહેલા આ ધારાસભ્યો કેસરિયો ધારણ કરશે. તો સંયમ લોઢાના આ દાવા વચ્ચે ગુજરાત કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ  ચોકાવનારું નિવેદન આપ્યું છે.

કપરાડામાં આજે સુચીત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ ના વિરોધમાં યોજાયેલી વિરોધ રેલીમાં હાજરી આપવા આવેલા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતમાં સુખરામ રાઠવાએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો પણ હવે કોંગ્રેસના સંપર્કમાં છે. સાથે 10 થી વધુ ભાજપના મોવડી મંડળના સભ્યો અને ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસના સંપર્કમાં હોવાનું ચોંકાવનારું નિવેદન કર્યું હતું. વધુમાં પાટીદાર આગેવાન નરેશ પટેલની રાજકીય ઇનિંગ મુદ્દે પણ સુખરામ રાઠવાએ નિવેદન કર્યું હતું. સુખરામ રાઠવાના મત મુજબ નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવા તમામ પ્રયાસો થઈ રહ્યા છે.  નરેશ પટેલ સજ્જન હોવાથી કોંગ્રેસમાં જ આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વધુમાં સુખરામ રાઠવાએ મીડિયાના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે નરેશ પટેલ જો કોંગ્રેસમાં આવે તો તેમને સીએમ બનાવવા કે નહીં ..?? તે અંગે માંવોડી મંડળ નિર્ણય કરશે એમ જણાવ્યું હતું. આમ કપરાડા આવેલા વિરોધ પક્ષના નેતા એ કરેલા ચોંકાવનારા દાવાઓ બાદ આ મુદ્દે રાજકારણ ગરમાઈ તો નવાઈ નહી.