Not Set/ મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક/ મોબાઈલ નંબરને, RC બુક અને DL સાથે લિંક કરવો ફરજિયાત

નવા નિયમ 1 એપ્રિલ 2020થી અમલી ફોન નંબર લિંક થતા લાગુ થશે નવા નિયમો વ્યક્તિનું લોકેશન મેળવવામાં સરળતા ચોરી થયેલ ગાડીની મહિતી મેળવવામાં સરળતા ચોરાયેલી ગાડીની ખરીદ-વેચાણમાં લાગશે નિયંત્રણ મોટા શહેરોમાં લાગુ કરાશે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ હવેથી  વાહનોના દસ્તાવેજો સાથે મોબાઈલ નંબર લિંક કરાવવુ ફરજિયાત બનશે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક અને DL એટલે […]

Top Stories India
images 3 મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક/ મોબાઈલ નંબરને, RC બુક અને DL સાથે લિંક કરવો ફરજિયાત

નવા નિયમ 1 એપ્રિલ 2020થી અમલી

ફોન નંબર લિંક થતા લાગુ થશે નવા નિયમો

વ્યક્તિનું લોકેશન મેળવવામાં સરળતા

ચોરી થયેલ ગાડીની મહિતી મેળવવામાં સરળતા

ચોરાયેલી ગાડીની ખરીદ-વેચાણમાં લાગશે નિયંત્રણ

મોટા શહેરોમાં લાગુ કરાશે ઈન્ટેલિજન્સ ટ્રાફિક મેનેજમેન્ટ

હવેથી  વાહનોના દસ્તાવેજો સાથે મોબાઈલ નંબર લિંક કરાવવુ ફરજિયાત બનશે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ એટલે કે આરસી બુક અને DL એટલે ડ્રાઈવિંગ લાઈસન્સ , પોલ્યૂશન સર્ટીફિકેટને મોબાઈલ નંબર સાથે લિંક કરવા ફરજિયાત બનાવવામાં આવશે. આ નિયમ પહેલી એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવશે.

આ મામલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક અધિસૂચના જાહેર કરીને લોકોના સૂચન માંગવામાં આવ્યા છે. આ મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે  કેન્દ્રીય કેબિનેટે પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી છે. આ બિલનો હેતુ પબ્લિક અને પ્રાઈવેટ કંપનીઓ માટે પર્સનલ ડેટાને રેગ્યુલર કરવાનો છે.માનવામાં આવે છે કે, વાહનના દસ્તાવેજો સાથે માલિકનો મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાઈ હોય ત્યારે માહિતી મેળવવામાં સરળતા રહેશે.

વાહન દસ્તાવેજો સાથે મોબાઈલ નંબર લિંક હોવાથી ગાડી ચોરાયા સમયે, ખરીદ-વેચાણમાં અંકુશ લગાવવામાં મદદ મળે છે. વાહન ડેટા બેસમાં મોબાઈલ નંબર નોંધાયેલા હોવાથી જીપીએસ દ્વારા મોબાઈલ નંબરની મદદથી કોઈ પણ વ્યક્તિનું લોકેશન પણ મેળવી શકાય છે. તેમાં પણ ખાસ કરીને રોડ એક્સિડન્ટ, ગુનો કર્યા પછી પોલીસ તે વ્યક્તિની તુરંત જાણ મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.