GOV. blockes YT channels/ ફેક ન્યૂઝ પર મોદી સરકારની ‘ડિજિટલ સ્ટ્રાઈક’, 120થી વધુ યુટ્યુબ ચેનલો બ્લોક

ફેક ન્યૂઝ પર મોદી સરકારની ‘ડિજિટલ સ્ટ્રાઈક’, 120થી વધુ યુટ્યુબ ચેનલો બ્લોક

Top Stories India Tech & Auto
બ્લોક

અત્યારે યુટ્યુબ પર તથા વેબસાઈટ પર ફેક ન્યુઝનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં ઘણી બધી ફેક ન્યુઝ આપણને જોવા મળતી હોય છે. તેથી કઈ માહિતી પર વિશ્વાસ કરવો અને કઈ માહિતી પર ન કરવો તે જાણવું અઘરું બની જતું હોય છે. અને આજના સમયમાં  યુટ્યુબ પર ટ્રાફિક વધારવા અને વધુ કમાણી કરવા માટે, ક્લિકબેટ અને સનસનાટીભર્યા ખોટા થંબનેલ્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધ્યો છે. આ કારણે ફેક ન્યૂઝથી થતી ગેરકાયદેસર કમાણીને ગંભીર ચિંતાનો વિષય ગણીને ભારત સરકારે તેની સામે ફરી એકવાર મોટી સ્ટ્રાઈક શરૂ કરી છે.

યુટ્યુબ પર ફેક ન્યૂઝથી સરકાર ચિંતિત હતી

કેન્દ્ર સરકારે અગાઉ પણ નકલી સમાચારોથી કમાણી સંબંધિત ચિંતાઓને ગંભીરતાથી લેતા યુટ્યુબ ને કાર્યવાહી માટે સૂચિબદ્ધ કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં એટલે કે ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં, PIBએ આવી 26 YouTube ચેનલોનો પર્દાફાશ કર્યો છે જે નિયમિતપણે ખોટી માહિતી અને સમાચાર પ્રકાશિત કરે છે.

તમને જણાવી દઈએ કે સરકાર ફેક ન્યૂઝને લઈને ઘણી સતર્ક થઈ ગઈ છે. સરકાર સોશિયલ મીડિયા પર થઈ રહેલી ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે. યુવાનો, વિદ્યાર્થીઓ, સમાજ અને સમુદાયને ગેરમાર્ગે દોરતી અને ઉશ્કેરતી સામગ્રી આપતા સમાચારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલીવાર નથી, આ પહેલા પણ સરકારે ફેક ન્યૂઝ ફેલાવતી ઘણી યુટ્યુબ ચેનલોને બ્લોક કરી છે.

120 યુટ્યુબ ચેનલો બ્લોક કરી છે

આ પછી, હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા માહિતી પ્રૌદ્યોગિકી (મધ્યસ્થી માર્ગદર્શિકા અને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો, 20 ની જોગવાઈઓ હેઠળ 120 થી વધુ YouTube ચેનલોને અવરોધિત કરવામાં આવી છે.



આ પણ વાંચો:બેંગલુરુની 20 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, મચી ગયો ખળભળાટ

આ પણ વાંચો:દિલ્હી ફરી વાયુ પ્રદૂષણની ઝપેટમાં, 27 દિવસ બાદ GRAP-3 પ્રતિબંધ લાગુ થઈ શકે

આ પણ વાંચો:LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, લગ્નસરાની સિઝનમાં મોંઘવારીનો માર

આ પણ વાંચો:રિઝર્વ બેંકની મોટી કામગીરી, નિયમોના ઉલ્લંઘન બદલ પાંચ બેંકો પર ફટકાર્યો દંડ

આ પણ વાંચો:Apple iPhone/આઈફોન યુઝર્સની માહિતી લીક થઈ શકે છે! પોલીસ તરફથી નવી ચેતવણી

આ પણ વાંચો:Sim Card/કાલથી બદલાઈ જશે સિમ ખરીદવાના નિયમો, જાણો આ 6 મહત્વની વાતો