Viral Video/ મોહમ્મદ સિરાજે પકડ્યું કુલદીપ યાદવનું ગળુ, જુઓ વીડિયો

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં બે બોલરો મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ એક બીજા સાથે લડતા હોવાનું નજરે પડી રહ્યુ છે.

Videos
PICTURE 4 95 મોહમ્મદ સિરાજે પકડ્યું કુલદીપ યાદવનું ગળુ, જુઓ વીડિયો

એક વીડિયો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે તેમાં ભારતીય ક્રિકેટ ટીમનાં બે બોલરો મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ એક બીજા સાથે લડતા હોવાનું નજરે પડી રહ્યુ છે.

યુટ્યુબ પર પોસ્ટ કરાયેલા આ વીડિયોમાં ફાસ્ટ બોલર સિરાજ ગુસ્સામાં કુલદીપનું ગળુ પકડી તેને કંઇક કહેતો હોય તેવુ દેખાઇ રહ્યુ છે. વીડિયોમાં દેખાય છે કે, ટીમ ઈન્ડિયાનાં કોચ રવિ શાસ્ત્રી આ બન્ને ખેલાડીઓની ખેલાડીઓની આગળ ઉભા છે, પરંતુ તેઓ આ ઝઘડાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા નથી. આપને જણવી દઇએ કે, સિરાજ અને કુલદીપ બન્ને ચેન્નઈનાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય પ્લેઇંગ ઈલેવનનો ભાગ નથી.

https://twitter.com/Kingsman_IN/status/1358046790591803397?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1358046790591803397%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.india.com%2Fhindi-news%2Fsports-hindi%2Findia-vs-england-mohammed-siraj-caught-grabbing-kuldeep-yadavs-neck-during-chennai-test-video-viral-4404060%2F

ટીમ ઈન્ડિયાનાં ફેન આ વીડિયોથી ખૂબ નારાજ થયા છે અને આશા કરી રહ્યા છે કે, ફાસ્ટ બોલર સિરાજ આવી વર્તણૂક પર કોઇ જવાબ આપશે. જોકે ઘણા ફેન એમ પણ કહે છે કે સિરાજ અને કુલદીપ સારા મિત્રો છે, આ ટૂંકા વીડિયોને ગંભીરતાથી ન લેવો જોઈએ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા તરફથી શાનદાર શરૂઆત કરનાર સિરાજને ચેન્નઈ ટેસ્ટમાં તક આપવામાં આવી નથી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇશાંત શર્મા અને જસપ્રીત બુમરાહની પસંદગી કરી હતી.

Viral Video / ‘છમ્મા છમ્મા’ ગીત પર ખુલ્લા મેદાનમાં ડાંસ કરતી જોવા મળી ધનાશ્રી વર્મા

Viral Video / ગાય-ભેંસને ચરાવવા નિકળ્યા ધર્મેન્દ્ર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Video / હની સિંહનું નવું સોંગ થયું રિલીઝ, નુસરત ભરુચાએ હોટનેસની હદ કરી પાર…જુઓ વીડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ