ભાવનગર: ‘વાયુ‘ વાવાઝોડાંનું સંકટ , ભારે પવન સાથે દરિયાના મોજાં ઉછળ્યા, શિહોરના સોનગઢ રેલવે સ્ટેશન પર બાંકડા ઉડયા , સ્ટેશન પર બાંકડા ઉડીને પડ્યા રેલવે ટ્રેક પર
ભાવનગર: ‘વાયુ‘ વાવાઝોડાંનું સંકટ , અલંગનો દરિયો બન્યો ગાંડોતૂર બનતા 20 ફૂટથી વધુ ઊંચા મોજા ઉછળ્યાં હતા. વવાઝોડાંને પગલે અલંગમાં બે દિવસથી કામકાજ બંધ કરાયું છે અને મજૂરોને સલામત સ્થળે ખસેડાયા છે. જયારે ઘોઘાનાં દરિયામાં પણ કરંટનું પ્રમાણ વધ્યુ છે અને 300થી વધુ લોકોને સ્થળાંતર કરાયું છે