Not Set/ લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરામાં થયા કેદ

સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામેં એક અજુગતી ઘટના જોવા મળી હતી. જેમાં ધોળા દિવસે ભર બજારમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

Gujarat Others
1 136 લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરામાં થયા કેદ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામેં એક અજુગતી ઘટના જોવા મળી હતી. જેમાં ધોળા દિવસે ભર બજારમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વાંદરાએ આતંક મચાવી રાહદારીઓ અને વાહનચાલકોને પછાડી ઇજા પહોંચાડતો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

ગુજરાત: ગાંધી પરિવારની 3 પેઢી સાથે કામ કરી ચુકેલા લીંબડી કોંગ્રેસનાં પૂર્વ MLA નું જૈફ વયે નિધન

સુરેન્દ્રનગર જીલ્લાનાં લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામમાં વાંદરાએ ધોળા દિવસે ભરબજારે તરખાટ મચાવી રાહદારીઓને રીતસરનાં બાનમાં લીધા હતા. આ વાંદરાએ આંતક મચાવી ભર બજારમાં બાઇક ચાલક ઉપર જતા શખ્સ પર હુમલો કરી નીચે પછાડ્યો હતો. વાંદરાનાં આ હિંસક હુમલામાં બાઇક ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બાઇક ચાલક પર અચાનક હુમલો કરતા દોડધામ મચી જવા પામી હતી. લોકો એ લાકડીઓ લઇને વાંદરાને ભગાડ્યો હતો. આ ઘટના બાદ હિંસક વાંદરાને ઝબ્બે કરવા વન વિભાગને તાકીદે જાણ કરવામાં આવી હતી.

સીસીટીવીમાં કેદ થયેલા આ વીડિયોને જોઇ એક સમયે તમને પણ નવાઇ લાગશે કે વાંદરાને એવી તે કઇ વાતનો ગુસ્સો આવ્યો કે તેણે અચાનક આ રીતે હુમલો કરી દીધો. જો કે મળી રહેલી માહિતી અનુસાર, આ હુમલામાં બાઇક ચાલક અને તેની સાથે રહેલી નાની બાળકીનો આબાદ બચાવ થયો છે.

kalmukho str 2 લખતર તાલુકાનાં વિઠ્ઠલગઢ ગામમાં આતંક મચાવતો વાંદરો સીસીટીવી કેમેરામાં થયા કેદ