Stock Market/ મંથ એન્ડ એક્સ્પાયરીઃ શેરબજાર 610 પોઇન્ટ ઘટીને બંધ

ભારતીય શેરબજાર માટે આજનું ટ્રેડિંગ સેશન ઘણું નિરાશાજનક રહ્યું હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ઘટાડો થયો હતો.

Top Stories Business
Mantavyanews 6 16 મંથ એન્ડ એક્સ્પાયરીઃ શેરબજાર 610 પોઇન્ટ ઘટીને બંધ

મુંબઈઃ ભારતીય શેરબજાર માટે આજનું ટ્રેડિંગ સેશન ઘણું નિરાશાજનક રહ્યું હતું. એફએમસીજી, આઈટી, બેન્કિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ઘટાડો થયો હતો. આજના સેશનમાં મિડ કેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 610 પોઈન્ટ ઘટીને 66,000ની નીચે 65,508 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 193 પોઈન્ટના ઘટાડા સાથે 19,523 પોઈન્ટ પર બંધ થયો હતો.

સેક્ટોરલ ઇન્ડાઇસીસ
આજના કારોબારમાં બજારમાં એફએમસીજી સેક્ટરના શેરમાં વેચવાલી જોવા મળી હતી. એફએમસીજી ઈન્ડેક્સ 1000 પોઈન્ટના ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં 715 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 287 પોઈન્ટ ઘટીને બંધ થયો છે. આ સિવાય ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ અને હેલ્થકેર સેક્ટરના શેર પણ ઘટાડા સાથે બંધ થયા છે.

મિડ કેપ શેરો માટે આજનું ટ્રેડિંગ સત્ર નિરાશાજનક રહ્યું છે. મિડ કેપ ઈન્ડેક્સ 536 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 52 પોઈન્ટ ઘટીને બંધ થયા છે. સેન્સેક્સના 30 શૅર્સમાંથી માત્ર 6 જ વધ્યા હતા જ્યારે 24 ઘટ્યા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 6 શેર ઉછાળા સાથે અને 44 ઘટાડાની સાથે બંધ થયા હતા.

વધનારા અને ઘટનારા શેર
આજના કારોબારમાં લાર્સનના શેર 1.51 ટકા, પાવર ગ્રીડ 1.20 ટકા, એક્સિસ બેન્ક 0.61 ટકા, ભારતી એરટેલ 0.52 ટકાના વધારા સાથે બંધ થયા છે. જ્યારે ટેક મહિન્દ્રા 4.42 ટકા, એશિયન પેઇન્ટ્સ 4.17 ટકા, વિપ્રો 2.33 ટકા ઘટ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો
બજારમાં ભારે વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ઘટીને રૂ. 316.92 લાખ કરોડ થઈ છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. 319.69 લાખ કરોડ હતી. આજના વેપારમાં રોકાણકારોને રૂ.2.77 લાખ કરોડનું નુકસાન થયું છે.


આ પણ વાંચોઃ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપે છે ઘણા પ્રકારની લોન, ઓછા વ્યાજે મળે છે પૈસા

આ પણ વાંચોઃ કેટલા પ્રકારના આધાર કાર્ડ બહાર પાડે UIDAI ?, બહુ ઓછા લોકોને હશે જાણકારી 

આ પણ વાંચોઃ હવે ‘RoDTEP’ યોજના આવતા વર્ષે જૂન સુધી લાગુ રહેશે

આ પણ વાંચોઃ RBI On NPA/ શહેરી સહકારી બેંકોમાં એનપીએનું સ્તર ચિંતાજનક છેઃ શક્તિકાંત દાસ