Not Set/ મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું આ રીતે પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન,રોમાંચક ઘટના

રાજ્યમાં સમયાંતરે પોલીસ વિભાગની છબી ખંડિત થાય તેવા કિસ્સાઓ બહાર આવતા હોય છે, ત્યારે ઘણી વખત વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા થતી સારી કામગીરી ઢંકાઈ જતી હોય છે. કેટલાક એવા કિસ્સાઓ

Top Stories Gujarat
morbi divyang મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું આ રીતે પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન,રોમાંચક ઘટના

રવિ નિમાવત, મોરબી@ મંતવ્ય ન્યૂઝ

રાજ્યમાં સમયાંતરે પોલીસ વિભાગની છબી ખંડિત થાય તેવા કિસ્સાઓ બહાર આવતા હોય છે, ત્યારે ઘણી વખત વિવિધ જિલ્લાઓમાં પોલીસ દ્વારા થતી સારી કામગીરી ઢંકાઈ જતી હોય છે. કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં પોલીસની કામગીરી ઉડીને આંખે વળગે છે એટલું જ નહીં કેટલાક કિસ્સાઓમાં તો પોલીસની અંદર રહેલી માનવતાના દર્શન થાય છે. જેમને પોલીસ મદદરૂપ થાય છે તેઓના હૃદયમાંથી માત્ર પોલીસ માટે આશીર્વાદ જ નીકળે છે. આવી જ એક ઘટનામાં મોરબી તાલુકા વિસ્તારમાંથી મળી આવેલ દિવ્યાંગ કિશોરના વાલીવારસને સોશ્યલ મીડિયાના માધ્યમથી શોધી કાઢીને મોરબી તાલુકા પોલીસે દિવ્યાંગ કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પીઆઈ એમ આર ગોધાણીયાણી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એક રાહદારીને દિવ્યાંગ બાળક મોરબી-માળિયા હાઈવે પરથી મળી આવ્યો હતો. જે બાળકને પોલીસ મથકે લાવી તેના વાલીવારસની શોધખોળ ચલાવી હતી. જેમાં સોશ્યલ મીડિયામાં માધ્યમથી અલગ અલગ શહેરોના સ્થળો બતાવતા દિવ્યાંગ બલકે જગન્નાથ મંદિર જોતા જ ત્યાનો હોવાની હાથના ઈશારા વડે પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

જેથી મોરબી તાલુકાના સિરામિક વિસ્તારમાંથી ઓરિસ્સા રાજ્યના મજૂરોનો સંપર્ક કરતા દિવ્યાંગનો એક વિડીયો બનાવી ઓરિસ્સાના મજૂરોની મદદથી ફેસબુક જેવા માધ્યમથી વાયરલ કરતા દિવ્યાંગના વાલીવારસ મળી આવ્યા હતા અને દિવ્યાંગ કિશોર બુધ્યાસિંગ બીરાસિંગ સુકાસિંગ રહે બાલાસોર ઓરિસ્સા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

majboor str 12 મોરબી પોલીસે દિવ્યાંગ કિશોરનું આ રીતે પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન,રોમાંચક ઘટના