ચોરી/ તસ્કરો બેફામ એકસાથે ત્રણ ઘરના તૂટ્યા તાળા, સોના-ચાંદી સહીત રોકડ રકમની ચોરી

ત્રણ જેટલા મકાનોને તાળાં તોડવામાં આવ્યા છે જેમાંથી બે મકાનોની અંદર કોઈ મોટી રકમ કે મુદામાલની ચોરી થઇ નથી પરંતુ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ગયા હોવાનું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે.

Gujarat Others
keshod 1 તસ્કરો બેફામ એકસાથે ત્રણ ઘરના તૂટ્યા તાળા, સોના-ચાંદી સહીત રોકડ રકમની ચોરી

@રવિ નિમાવત, મોરબી

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીની વારંવાર ચોરીનો પ્રયાસ થાય છે. પણ ગત રાત્રિ દરમિયાન એક જ રાત્રીમાં ત્રણ જેટલા મકાનોને તાળાં તોડવામાં આવ્યા છે જેમાંથી બે મકાનોની અંદર કોઈ મોટી રકમ કે મુદામાલની ચોરી થઇ નથી પરંતુ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ગયા હોવાનું હાલમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે.

મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધરમનગર સોસાયટીમાં ગત રાત્રે એક જ રાતમાં તસ્કરો દ્વારા ત્રણ મકાનને નિશાન બનાવાયા છે જેમાં રબારી પરીવારના મકાનમાંથી તેમજ અન્ય બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું છે અને મકાનના નકૂચા તોડીને ઘરની અંદર પ્રવેશ કરી હતો જે ખાલી મકાનમાંથી તેમજ અન્ય એક મકાનમાંથી તસ્કરોને કશું જ હાથ લાગ્યું ન હતું પરંતુ રબારી ના ઘરની અંદરથી સોનાની બુટી, ચાંદીના સાંકળા તેમજ રોક્ડ રૂપિયા એમ સોના-ચાંદીના દાગીના રોકડની ચોરી કરી ગયેલ છે આ બનાવ અગે હાલ સ્થાનિક લોકો એ પોલીસને કરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…