Ahmedabad News : અમદાવાદ ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (આઈએફએસસીએ) એ તાજેતરમાં એક પરિપત્ર દ્વારા આઈએફએસસી આધારિત સંસ્થાઓને ક્વોલિફાઈડ સપ્લાયર્સ આઈએફએસસી( ક્યુએસ-આઈએફએસસીએસ) તરીકે ઈન્ડિયા ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (આઈઆઈબીએક્સ) પર બુલિયન સપ્લાય કરવા સક્ષમ બનાવ્યું છે. તેનો હેતુ સપ્લાયર્સનો પૂલ પહોળો કરવાનો અને બુલિયન માર્કેટમાં ભાગીદારી વધારવાનો છે.
બુલિયન મધ્યસ્થી તરીકે આઈએફએસસીએ સાથે પહેલેથી જ નોંધાયેલી એન્ટીટીઓ આપમેળે ક્યુએસ-આઈએફએસસી બનવા માટે પાત્ર છે.
હાલમાં જ્યાં સુધી ક્યુએસ-આઈએફએસસી પણ બુલિયન ટ્રેડિંગ મેમ્બર ન હોય, તે તેઓ માત્ર બુલિયન ટ્રેડિંગ મેમ્બર દ્વારા ક્લાયન્ટ તરીકે આઈઆઈબીએક્સ માં ભાગ લઈ શકે છે. આઈએફએસસીમાં નોન-બેંકીંગ કામગીરી ધરાવતા વિદેશી સપ્લાયરો માટે આ બોજારૂપ બની જાય છે. આઈએફએસસી આધારિત એન્ટીટીઓને આઈઆઈબીએક્સ પર બુલિયન સપ્લાય કરવાની મંજૂરી આપીને બજાર સપ્લાયર્સ અને રોકાણકારોની વિશાળ શ્રેણીને આકર્ષી શકે છે. તેનાથી ટ્રેડિંગ વોલ્યુમમાં વધારો થશે અને સારી કિંમતની શોધ થશે, એમ બુલિયન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં મોટી કાર્યવાહી, અરબ સાગરથી 173 કિલો ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો: ગુજરાતના 64માં સ્થાપના દિને પીએમ મોદી અને સીએમની શુભેચ્છા
આ પણ વાંચો: પીએમ મોદી સામે કોઈ વિરોધ નહીઃ ક્ષત્રિય સમાજ
આ પણ વાંચો: ક્ષત્રિય વિરોધ વચ્ચે PM મોદી ગુજરાતના પ્રવાસે, ડીસા-હિંમતનગરમાં રેલી કરશે