Not Set/ મોરબી: કુરિયર ગોડાઉનની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની પોલીસે કરી ધરપકડ

ચોરીના ગુનાઓને ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન ચેકીંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે અને શંકા સ્પદ વ્યક્તિઓની ઉપર વોચ રાખીને પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસની સાથે વિવિધ તપાસ એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે.     તાજેતરની જો વાત કરીએ તો […]

Gujarat
crime 10 મોરબી: કુરિયર ગોડાઉનની ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપીની પોલીસે કરી ધરપકડ

ચોરીના ગુનાઓને ઘટાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા સઘન ચેકીંગ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહી છે અને શંકા સ્પદ વ્યક્તિઓની ઉપર વોચ રાખીને પોલીસ દ્વારા તસ્કરો સુધી પહોંચવાની કોશિશ કરી રહી છે. રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસની સાથે વિવિધ તપાસ એજન્સીઓ પણ કામે લાગી ગઈ છે.

 

 

તાજેતરની જો વાત કરીએ તો મોરબીના પંચાસર રોડ પર કુરિયર માટે ગોડાઉન ભાડે રાખેલ હોય જે ગોડાઉનનું શટર અજાણ્યા ઇસમેં ચાવી વડે ખોલીને ટેબલના ખાનામાંથી કુરિયર પાર્સલ, ઓફીસ ખર્ચ અને કલેક્શનના રોકડ મળીને ૪.૩૭ લાખનો મુદામાલ ચોરી કરી ગયા હોવાની એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે તપાસ ચલાવીને એક શખ્સને ઝપડી પાડ્યો છે.

 

મૂળ કચ્છના પરજાવ ગામના રહેવાસી અને હાલ કાલીકા પ્લોટ પાસે આવેલ શિવ સોસાયટી નર્મદા હોલ સામે રહેતા દિગ્વીજયસિંહ જીવણસિંહ રાઠોડ જાતે ક્ષત્રીય (ઉવ.૩૧)એ ગત તા. ૨ ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તે કુરીયરના વ્યવસાય સાથે જોડાયેલ હોય તેનું ફીગેટ લોજીસ્ટીક પ્રા.લી કંપની વડોદરા વાળાનું ઓનલાઇન કુરીયર માટે પંચાસર રોડ અવધ ડેરી વાળી શેરી આશાપુરા કોપ્લેકસમાં આવેલ નવઘણભાઇ ડાભીનું ગોડાઉન ભાડે રાખેલ છે તે ગોડાઉનના શટરનુ કોઇ અજાણ્યા ઇસમે ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશ કરી ગોડાઉનની અંદર રાખેલ ટેબલના ખાનાનો લોક તોડી ખાનામાંથી ઓનલાઇન પાર્સલો ગ્રાહકોને આપેલ તેના કલેકશનના આવેલ તેમજ ઓફીસ ખર્ચના રાખેલ રોકડા રૂપીયા ૪,૩૭,૦૦૦ ની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે

 

જે મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા આરોપી મહમદનવાઝ ઉર્ફે મુનો ઉસ્માનભાઈ બલોચ રહે-પંચાસર રોડ ગીતા ઓઈલ મિલ નજીકને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે