Not Set/ સિવિલમાં વધુ સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે વેકસીન

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી ઝડપી ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૭૬ હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ જ્યારે ૩૫ હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ ૧૧૧ હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ . જયારે કોમોર્બિડીટી ધરાવતા ૫૨ વ્યક્તિઓ અને ૨૦ વરિષ્ઠ નાગરિકોને […]

Ahmedabad Gujarat
sddefault 1 સિવિલમાં વધુ સંખ્યામાં નાગરિકો લઈ રહ્યા છે વેકસીન

એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલના જૂના ટ્રોમા સેન્ટર ખાતે રસીકરણ કામગીરી ઝડપી ચાલી રહી છે. આજે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં સિવિલ હોસ્પિટલના ૭૬ હેલ્થકેર વર્કરોને પ્રથમ ડોઝ જ્યારે ૩૫ હેલ્થકેર વર્કરોને દ્વિતીય ડોઝ એમ કુલ ૧૧૧ હેલ્થકેર વર્કરોનું કોરોના રસીકરણ કરવામાં આવ્યુ હતુ . જયારે કોમોર્બિડીટી ધરાવતા ૫૨ વ્યક્તિઓ અને ૨૦ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચમાં આજે ૧૧૧ લોકોને રસી આપવામાં આવી. જેમાં ૭૭ હેલ્થકેર વર્કરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચેની વય અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૮ લોકોને રસી આપવામાં આવી. જ્યારે ૬૦ થી વધુ વય ધરાવતા ૨૬ વરિષ્ઠ નાગરિકોને રસી આપવામાં આવી.
જ્યારે કિડની રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ૨૩૮ લોકોને રસી અપાઈ. જેમાં ૪ હેલ્થકેર વર્કર્સ, ૪૮ સિનિયર સિટીઝનનો સમાવેશ થાય છે. જ્યારે ૪૫ થી વધુ વય ધરાવતા અને કો-મોર્બિડ સ્થિતિ ધરાવતા ૧૮૬ લોકોનો સમાવેશ થાય છે.