Not Set/ રાજકોટ તંત્ર સજ્જ : 14 હજારથી વધુ બેડ-23 ઓકિસજન પ્લાન્ટ ઉભા કરાશે : કલેકટર રેમ્યા મોહન

કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે, લોકો તેના ભયમાંથી બહાર આવી રહ્યા નથી. એવામાં રાજકોટ એઇમ્સ ડાયરેક્ટર સહિતના વૈજ્ઞાનિકો દ્રારા કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચેતવણી  આપવામાં આવી છે. તેનો સામનો

Gujarat
remya mohan રાજકોટ તંત્ર સજ્જ : 14 હજારથી વધુ બેડ-23 ઓકિસજન પ્લાન્ટ ઉભા કરાશે : કલેકટર રેમ્યા મોહન

કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી છે, લોકો તેના ભયમાંથી બહાર આવી રહ્યા નથી. એવામાં રાજકોટ એઇમ્સ ડાયરેક્ટર સહિતના વૈજ્ઞાનિકો દ્રારા કોરોનાની ત્રીજી લહેર આવશે તેવી ચેતવણી  આપવામાં આવી છે. તેનો સામનો કરવા માટે રાજકોટ શહેર અને જિલ્લામાં બાળકો અને અન્ય લોકો માટે 14,000થી વધુ બેડ ઉભા કરવામાં આવશે તેવી જાહેરાત રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને કરી છે.

સિવિલ હોસ્પિટલના ડોકટરો અને જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ત્રીજી લહેર સામે કેમ લડવુ તેનું પ્લાનિંગ કરવા માટે આજે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, મીટીંગ પૂરી થયા બાદ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે 14,000 થી વધુ બેડ ઉભા કરવામાં આવશે અને તેમાંથી મોટાભાગના રાજકોટ શહેરમાં હશે.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે બીજી લહેર માં ઓકિસજનને લગતા જે પ્રશ્નો ઊભા થયા હતા તે ત્રીજી લહેરમાં ઊભા ન થાય તે માટે સિવિલ હોસ્પિટલ પધ્મા કુવરબા હોસ્પિટલ સમરસ હોસ્ટેલ કેન્સર હોસ્પિટલ અને રાજકોટ જિલ્લામાં અલગ–અલગ સ્થળોએ ફુલ ૨૩ ઓકિસજન પ્લાન્ટ ઉભા કરવામાં આવશે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી રાજકોટના ધારાસભ્યો સંસદ સભ્યની ગ્રાન્ટ મળી છે.

રશિયન કંપની પણ રાજકોટમાં ઓકિસજન પ્લાન્ટ નાખવાની છે પેલિકન કંપની અને વૈષ્ણવ સંપ્રદાય તરફથી પાંચ પ્લાન્ટ મળવાના છે. ભવિષ્યની સંભવિત પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે અને યારે જે પરિસ્થિતિ ઊભી થશે ત્યારે એ મુજબના પગલાં લઈને સાધન સુવિધા વધારવા સહિતના પગલાઓ લેવામાં આવશે.

ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત થશે તેવી ચેતવણી હોવાના કારણે આયોજનમાં આ બાબતને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જિલ્લા કલેકટર ના જણાવ્યા મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં 11 સરકારી ચિલ્ડ્રન હોસ્પિટલ છે અને તેમાં 500 બેડની વ્યવસ્થા છે.

કોરોના સામેની લડાઈમાં સૌથી મોટું હથિયાર વેકિસનેશનનું છે અને તેથી લોકોએ વેકિસનેશન કરાવી લેવું જોઇએ એવી અપીલ કરતા કલેકટરે કહ્યું હતું કે વિચરતી અને વિમુકત જાતિના લોકો, દિવ્યાંગો વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝનો ભીક્ષુક વૃત્તિ કરતા લોકો પૂન: વસન કેમ્પમાં રહેતા લોકો વગેરે માટે જો આધાર કાર્ડ કે તેવા કોઈ પુરાવા નહીં હોય તો પણ તેવા લોકોને વેકિસનેશન કરવામાં આવશે.આ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ ખાસ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં જિલ્લા ઇમ્યુનાઇઝેશન ઓફિસર કેમ્પ નું સ્થળ નક્કી કરીને આવા લોકોને રસીકરણ માટે વ્યવસ્થા કરવામાં આવશે જો આ પ્રકારના વર્ગના લોકોની સંખ્યા વધી જશે તો તમામ તાલુકા મથકોએ પણ કેમ્પ રાખી શકાશે.

sago str 4 રાજકોટ તંત્ર સજ્જ : 14 હજારથી વધુ બેડ-23 ઓકિસજન પ્લાન્ટ ઉભા કરાશે : કલેકટર રેમ્યા મોહન