Not Set/ રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વ પર દિવસભર બનેલી અઘટીત ઘટનાઓમાં ૫થી વધુના મોત

રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પતંગ રસિયાઓએ  રંગબેરંગી પતંગ ચગાવી તેમજ ડીજેના તાલે ધાબા પર ઝૂમી અનોખી રીતે પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી. ગુજરાતીઓએ ઉંધિયુ, જલેબી, ચીક્કી, બોર અને શિરડી જેવી અનેક વાનગીઓનો આનંદ માણ્યો હતો. પરંતુ આ પર્વની મજા કેટલાક પરિવારજનો માટે માતમમાં ફેરવાઈ ગઈ હતી. રાજ્યભરમાં અનેક […]

Gujarat
dont flying kite in jaipur metro route રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વ પર દિવસભર બનેલી અઘટીત ઘટનાઓમાં ૫થી વધુના મોત

રાજ્યભરમાં મકરસંક્રાંતિના પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી પતંગ રસિયાઓએ  રંગબેરંગી પતંગ ચગાવી તેમજ ડીજેના તાલે ધાબા પર ઝૂમી અનોખી રીતે પર્વની હર્ષોલ્લાસ ભેર ઉજવણી કરી હતી. ગુજરાતીઓએ ઉંધિયુ, જલેબી, ચીક્કી, બોર અને શિરડી જેવી અનેક વાનગીઓનો આનંદ માણ્યો હતો. પરંતુ આ પર્વની મજા કેટલાક પરિવારજનો માટે માતમમાં ફેરવાઈ ગઈ હતી. રાજ્યભરમાં અનેક જગ્યાએ ધાબાપરથી પટકાવવા અને દોરીથી ગળું કપાઇ જવાથી મોત થવાની અનેક ઘટનાઓ સામે આવી આવી છે. રાજ્યમાં દિવસ દરમિયાન આ ઘટનાઓથી ૫ લોકોના મોત થયા છે.

મકરસંક્રાંતિના પર્વ પર દિવસભર બનેલી અઘટીત ઘટનાઓ :

સુરતના પાંડેસરાં પોલીસ કોલોની પાસે એક બાળક પતંગ પકડવા માટે રસ્તા પર દોડ મુકી હતી જોકે, સીટી બસને અડફેટે ચડી ગયું હતું જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું.

ખંભાતના નાનવાપુરા નજીક બાઇક સવારનું પતંગની દોરીથી ગળુ કપાઇ ગયું હતું. જેના પગલે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

અમદાવાદ શહેરના મણિનગર વિસ્તરાના જવાહર ચોક પાસે આવેલા સૂર્યનગર એપાર્ટમેન્ટમાં 30 વર્ષીય અંકિત રાવળ નામનો યુવક ધાબા પરથી પટકાયો હતો. જેના પગલે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્ત અંકિતને એસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સિદ્ધપુરના કલ્યાણામાં પતંગ ચગાવતી વખતે બાળખ ધાબા પરથી પટકાયો હતો. જેથી તેને ઇજાઓ પહોંચી હતી. બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા થરા નેશનલ હાઇવર પર બાઇક ચાલક જઇ રહ્યો હતો ત્યારે દોરી વાગવાથી બાઇક ચાલકોનો અકસ્માત થયો હતો. દોરી વાગવાથી યુવકનું મોત થયું હતું.

મોરવા હડફના મોરા ગામે પતંગ ચગાવતા બાળકને વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના બની છે.

બોડેલી શાક માર્કેટ વિસ્તારમાં પતંગ ચગાવતો યુવક ધાબા પરથી પટકાયો હોવાની ઘટના બની છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મોરબીમાં પતંગની દોરીથી બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલાવમાં આવ્યા હતા.

રાજકોટના ભોમેશ્વર પાસે પતંગ લૂટવા જતા યુવક ટ્રેનની અડફેટે ચડ્યો હતો. જેના કારણે તેના શરીરના ફૂરચેફરચા ઉડી ગયા હતા.

મહેસાણાના ગોજારિયા ચાર રસ્તા પર કલ્પેશ પટેલ નામના બાઇક સવાર યુવકના ગાળામાં દોરી આવી જતા ગળું કપાઇ ગયું હતું. જેના પગલે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વડોદરા જીલ્લાના પાદરા ખાતે ફૂલબાગ જકાતનાકા પાસે પતંગ દોરીના કારણે ૨ બાઈક ચાલકોના ગળા કપાયા હતા અને ત્યારબાદ તેઓને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.