Covid-19/ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 6 હજારથી વધુ કેસ નોંધાયા, 318 દર્દીઓનાં થયા મોત

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટે તકલીફો પર મીઠું નાખવાનું કામ કર્યુ છે. જો કે ભારતમાં પણ હવે ધીમે ધીમે ઓમિક્રોનનાં કેસ સતત વધી રહ્યા છે.

Top Stories India
Corona New Cases

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં નવા વેરિઅન્ટે તકલીફો પર મીઠું નાખવાનું કામ કર્યુ છે. જો કે ભારતમાં પણ હવે ધીમે ધીમે ઓમિક્રોનનાં કેસ સતત વધી રહ્યા છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં ડેટા દર્શાવે છે કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19નાં 6,317 નવા કેસ અને 318 મૃત્યુ નોંધાયા છે.

આ પણ વાંચો – ગુજરાતી લોક ગાયક / મંતવ્ય ન્યૂઝ પર દેવ પગલી સાથે ખાસ વાતચીત,  સો. મીડિયા પર ચાંદ વાલા મુખડાએ મચાવી ધૂમ  

જણાવી દઇએ કે, આ મહામારીમાંથી 6,906 લોકો ઠીક પણ થયા છે, જેના કારણે દેશમાં કોરોનાથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 3,42,01,966 થઈ ગઈ છે. ભારતમાં સક્રિય કેસલોડ વધીને 78,190 થઈ ગયો છે, જે છેલ્લા 575 દિવસમાં સૌથી ઓછો છે. દરમિયાન, ભારતનો એમિક્રોન આંકડો 213 પર પહોંચી ગયો. છેલ્લા 24 કલાકમાં 318 લોકોનાં મોત સાથે દેશમાં મૃત્યુઆંક 4,78,325 પર પહોંચી ગયો છે. મંગળવારે 12,29,512 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, કુલ 213 ઓમિક્રોન કેસમાંથી, દિલ્હી અને મહારાષ્ટ્રમાં અનુક્રમે 57 અને 54 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 90 દર્દીઓ ઠીક થયા બાદ તેમને રજા આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 1,38,95,90,670 લોકોને કોવિડ-19 રસી આપવામાં આવી છે, જેમાંથી મંગળવારે 57,05,039 લોકોને રસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો – Photos / PM મોદી બાળકોને જોઈને થયા ભાવુક, બાળકોને તેડી હવામાં ઉછાળ્યા, જુઓ શાનદાર તસવીરો

ઉલ્લેખનીય છે કે, વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેર અંગે અનુમાન લગાવ્યું છે. ભારતમાં વાયરસનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ફેબ્રુઆરી 2022માં કોવિડની નવી લહેર આવી શકે છે. બે વૈજ્ઞાનિકોએ મહામારી પર નજર રાખવા માટેનાં ફોર્મ્યુલા મોડલ વિશે અનુમાન લગાવ્યું છે. એક અહેવાલ મુજબ, IIT કાનપુરનાં મનિન્દ્ર અગ્રવાલ અને IIT હૈદરાબાદનાં મોડલનાં સહ-સ્થાપક એટલે કે એમ વિદ્યાસાગર માને છે કે “સૌથી ખરાબ સ્થિતિમાં” ફેબ્રુઆરીમાં દૈનિક નવા કેસ 1.5 થી 1.8 લાખની વચ્ચે હોઈ શકે છે.