Not Set/ બિહારમાં આવેલા પૂરથી 70થી વધુ લોકોની થઇ મોત, ગંદા પાણીથી વધી રહી છે બિમારીઓ

બિહારમાં આકાશમાં વરસેલા કહેરે રાજ્યની સ્થિતિ બેકાબુ બનાવી દીધી છે. અહી વરસાદ અને પૂરનાં કારણે અત્યાર સુધીમાં 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મુશળધાર વરસાદ બાદ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને નદીઓનાં પાણીનાં સ્તરમાં વધારો થતાં પટણા, ભોજપુર, ભાગલપુર, નવાડા, નાલંદા સહિત […]

Top Stories India
biharr બિહારમાં આવેલા પૂરથી 70થી વધુ લોકોની થઇ મોત, ગંદા પાણીથી વધી રહી છે બિમારીઓ

બિહારમાં આકાશમાં વરસેલા કહેરે રાજ્યની સ્થિતિ બેકાબુ બનાવી દીધી છે. અહી વરસાદ અને પૂરનાં કારણે અત્યાર સુધીમાં 70થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. મુશળધાર વરસાદ બાદ રાજ્યનાં અનેક જિલ્લાઓમાં જનજીવન સંપૂર્ણપણે અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ અને નદીઓનાં પાણીનાં સ્તરમાં વધારો થતાં પટણા, ભોજપુર, ભાગલપુર, નવાડા, નાલંદા સહિત રાજ્યનાં 14 જિલ્લાનાં 85 બ્લોકનાં 477 પંચાયતોના 1179 ગામોમાં 18.70 લાખની વસ્તી અસરગ્રસ્ત થઇ છે. વળી, બિહારનાં પાટનગર પટણામાં હજી પણ પૂરનું પાણી ભારાયેલી હાલતમાં છે. ઘણા વિસ્તારોમાં પાણી એકઠા થવાને કારણે દુર્ગંધ પણ ફેલાઇ ગઇ છે.

Image result for bihar 73rd death in flood

મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં પૂર પીડિતો માટે અને 56 રાહત શિબિરો અને 366 સમુદાય રસોડાઓ ચલાવવામાં આવી રહી છે. લોકોને મદદ કરવા માટે કુલ 979 સરકારી અને ખાનગી બોટ ચલાવવામાં આવી રહી છે. આ જિલ્લાઓમાં પૂર પ્રભાવિત લોકોની રાહત અને બચાવ કામગીરીમાં એસડીઆરએફ અને એનડીઆરએફની કુલ 21 ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં ગુવાહાટીથી બોલાવાયેલી એનડીઆરએફની વધારાની ચાર ટીમો શામેલ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પટણા શહેરનાં પાણી ભરાયેલા વિસ્તારોમાં પીવાનું પાણી, ફૂડ પેકેટો અને દૂધનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને બે સ્થળોએ મફત સમુદાય રસોડું ચલાવવામાં આવી રહ્યું છે. પટણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં એક લાખ 71 હજાર 298 પાણીની બોટલો, 56 હજાર પાણીનાં પાઉચ, 21 હજાર 500 દૂધનાં પેકેટ અને 33 હજાર 631 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે.

Image result for bihar 73rd death in flood

પટનાનાં પાણી ભરાયેલા વિસ્તારોમાંથી રાજેન્દ્ર નગર અને પાટલીપુત્ર કોલોનીનાં કેટલાક વિસ્તારોમાંથી આવતીકાલ સુધીમાં પાણી નિકાલની શક્યતા છે. પટણા મ્યુનિસિપલ કોર્પોરેશન અને આરોગ્ય વિભાગની 75-75 ટીમો પટણાનાં જળસંચય વિસ્તારોમાં સ્વચ્છતા, ફોગિંગ અને બ્લીચિંગ પાવડરનાં છંટકાવ અને હેલોજન ટેબલેટનાં વિતરણ માટે કામ કરી રહી છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.