Not Set/ માત્ર દક્ષિણ એશિયામાં 15 મિલિયનથી વધુ સંક્રમિત, પરિસ્થિતિ અતિ ગંભીર

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને બાનમાં લીધું છે. ત્યારે વર્ષ ૨૦૨૧નિ શરૂઆતમાં એમ લાગતું હતું કે, કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે.

World Trending
sachin vaze 1 માત્ર દક્ષિણ એશિયામાં 15 મિલિયનથી વધુ સંક્રમિત, પરિસ્થિતિ અતિ ગંભીર

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખાને બાનમાં લીધું છે. ત્યારે વર્ષ ૨૦૨૧નિ શરૂઆતમાં એમ લાગતું હતું કે, કોરોના વાયરસ નબળો પડી રહ્યો છે. અને કદાચ આ વર્ષે કોરોનાથી મુકતી મળી જશે. અન આશા માત્ર ઠગારી નીવડી. અને નવા વર્ષમાં કોરોના નવા રેકર્ડસ બનાવી રહ્યું છે. કોરોનાની બીજી લહેર ભારત સહિત આખા દક્ષિણ એશિયા ક્ષેત્રમાં પોતાનો કહેર મચાવી રહી છે. એક અહેવાલ મુજબ, દક્ષિણ એશિયામાં કોરોના વાયરસના દર્દીઓનો આંક 15 મિલિયનથી વધુ છે.

Death toll from Corona Virus rises to 1500 | DD News

ભારતમાં પણ સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ એક લાખથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે. ત્યારે આખી દુનિયામાં વેક્સીન ડિપ્લોમેસી માં અગ્રેસર રહેલ ભારતને પણ રસીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. દક્ષિણ એશિયાના દેશો ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભૂટાન, નેપાળ, માલદીવ અને શ્રીલંકામાં વિશ્વભરમાં ચેપના 11 ટકા અને મૃત્યુનો 6 ટકા હિસ્સો છે. આ ક્ષેત્રમાં વિશ્વની 7.59 અબજ લોકોની વસ્તીના 23 ટકા લોકો છે.

Coronavirus pandemic: India now 5th highest in COVID death count - The  Economic Times Video | ET Now

કોરોના કેસોમાં ભારત ત્રીજા ક્રમે છે. તે જ સમયે, દક્ષિણ એશિયામાં લગભગ 84 ટકાથી વધુ કોરોના કેસો અને મૃત્યુ ભારતમાં થયા છે. ભારત વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, છેલ્લા 24 કલાકમાં લગભગ 145,384 નવા કેસ નોંધાયા છે, જે વિશ્વમાં ચેપનો સૌથી ઝડપી દર છે.

How deadly is the coronavirus? The true fatality rate is tricky to find,  but researchers are getting closer

સરકારનું કહેવું છે કે લોકો ભીડવાળી જગ્યાએ પણ માસ્કનો ઉપયોગ કરતા નથી, તેથી ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જયારે ઘણા રાજ્યોમાં કોરોના રસી, અને દવા ની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક રાજ્યોએ રસીકરણ બંધ કરવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે કેન્દ્ર સરકાર સમયસર રસી આપી રહી નથી.

એન્ટિલિયા કેસ / NIAએ મુંબઈ પોલીસના અધિકારી રિયાઝની કરી ધરપકડ, કાવતરામાં સચિન વાઝેની કરી હતી મદદ

પાકિસ્તાનમાં ત્રીજી તરંગ ચાલુ છે

ભારતનો પડોશી દેશ પાકિસ્તાન પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. ત્રીજી તરંગમાં 15,000 થી વધુ લોકોનાં મોત નોંધાયા છે, જયારે 700,000 થી વધુ કેસ છે. છેલ્લા 10 દિવસમાં કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Mother, five sons die of coronavirus in Jharkhand- The New Indian Express

બાંગ્લાદેશની હાલત

ભારતના પૂર્વી પાડોશી બાંગ્લાદેશમાં દરરોજ 7,000 કેસ નોંધાય છે. દેશમાં કુલ સંક્રમીતોની સંખ્યા 678,937 કેસ છે. ભારતે બાંગ્લાદેશને એસ્ટ્રાઝેનેકા રસીના દસ લાખથી વધુ ડોઝ આપ્યા છે.