Not Set/ કોવિડ નિયમોના પાલન સાથે મતદાન શરુ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના એ કાળો કહેર મચાવ્યોચે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં આજે વધુ એક વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરુ થયું છે.

Gujarat Others Trending
sidhdhpur 6 કોવિડ નિયમોના પાલન સાથે મતદાન શરુ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
  • પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન,
  • 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત,
  • મતદાન મથકો પર સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા,
  • કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા,
  • 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ,
  • ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ,
  • MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ગુજરાત રાજ્યમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં આજે વધુ એક વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. પંચમહાલ જીલ્લાના મોરવા હડફ ખાતે વિધાનસભાની ખાલી પડેલી બેઠક માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરુ થયું છે. 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા સાથે મતદાન શરુ થયું છે. કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સાંજે છ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે.

sidhdhpur 7 કોવિડ નિયમોના પાલન સાથે મતદાન શરુ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મોરવા હડફ ખાતે 2.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે. MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપના ઉમેદવાર નીમિષાબેન સુથાર અને કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા વચ્ચે સીધી ટક્કર છે.

sidhdhpur 8 કોવિડ નિયમોના પાલન સાથે મતદાન શરુ, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોરોનાકાળ વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ છે અને સવારથી મતદાન મથકો પર લાઈન લગાવી હતી. ચૂંટણીમાં રોકાયેલો સ્ટાફ સંક્રમિત ન થાય તે માટે પણ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓને કોવીડ કીટ આપવામા આવી છે.