ગુજરાત/ મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથાર કોરોના પોઝિટીવ

કોરોના સંક્રમિત થતાં નિમિષા સુથાર થયા સેલ્ફ ક્વૉરન્ટાઈન થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી છે.

Top Stories Gujarat
Untitled 77 મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન નિમિષા સુથાર કોરોના પોઝિટીવ

ગુજરાતમાં ખુબજ ઝડપી ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ ગઈ છે, ત્યારે અનેક લોકો કોરોના કોરોના સંક્રમિત  થતાં જોવા મળી રહ્યા  છે . આ વખતે  અનેક રાજકીય નેતાઓ કોરોના  સંકર્મિત થયા હતા. ત્યારે હવે વધુમાં  એક  વધુ એક પ્રધાન કોરોના સંક્રમિત થયા છે.

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના આરોગ્ય અને આદિજાતિ વિકાસ પ્રધાન નિમિષા સુથારનો RTPCR રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. કોરોના સંક્રમિત થતાં નિમિષા સુથાર થયા સેલ્ફ ક્વૉરન્ટાઈન થયા છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓને કોરોના રિપોર્ટ કરાવવા અપીલ કરી છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16,608 કેસ નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 5303 કેસ નોધાયા છે. જયારે સૌથી વધુ મોત પણ અમદાવાદ ખાતે નોધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 10 દર્દીના મોત નોધાયા છે.

આજે ત્રીજી લહેરના સૌથી વધુ 28 મોત આજે કોરોનાના લીધે થયા છે. તેમાં સૌથી અમદાવાદમાં 10 મોત, વડોદરામાં 2 , સુરતમાં 5,, ભાવનગરમાં 1, નવસારી 1, મહેસાણમાં 1, ખેડા 1 તો જામગનગરમાં 2, પંચમહાલમાં 2 તો દ્વારકા, બોટાદ અને ખેડા પણ એક એક દર્દીએ કોરોનાના કારણે દમ તોડ્યો છે.