#epedemic/ વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, બાંધકામ સાઇટને અપાઈ નોટિસ

શહેરમાં સતત મચ્છરજન્ય રોગોમાં વધારો નોધાઈ રહ્યો છે. મનપા દ્વારા વિવિધ બાંધકામ સાઇટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બે બાંધકામ સાઇટ ને નોટિસ પણ મોકલવામાં આવી છે.

Top Stories Vadodara
una 2 વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, બાંધકામ સાઇટને અપાઈ નોટિસ

વરસાદ બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગોમાં વધારો નધાયો છે. મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકન ગુણિયના કેસમાં વધારો થયો છે. તો હોસ્પિટલોમાં પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેને રાજયભરમાં આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તો સાથે ફોગિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

વડોદરા શહેરમાં પણ રોગચાળાએ માઝા મૂકી છે. શહેરમાં સતત મચ્છરજન્ય રોગોમાં વધારો નોધાઈ રહ્યો છે. મનપા દ્વારા વિવિધ બાંધકામ સાઇટ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો બે બાંધકામ સાઇટ ને નોટિસ પણ મોકલવામાં આવી છે. શહેરની વિવિધ હોસ્પિટલા દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

વડોદરા શહેરમાં રોગચાળો વકરતા સરકારી ચોપડે ડેન્ગ્યૂના 14 કેસ પોઝીટીવ નોધાયા છે.  ચિકનગુનીયા 1 કેસ નોધાયા છે. તો મેલેરિયાના 1 કેસ અને ટાઇફોઇડના ૩ કેસ નોધાયા છે. સાથે ખાનગી હોસ્પિટલના દર્દીઓ તો ખરા જ.

મચ્છરથી બચવા આટલું કરો

  • પાણી ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા.
  • પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક કરો.
  • પાણીના નાના ખાડા-ખાબોચિયાનાં પાણી વહેવડાવી દો કે માટીથી પૂરી દો.
  • મોટા પાણીના ખાડામાં બળેલું ઓઈલ કે કેરોસીન નાંખવું.
  • અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો.
  • ચોમાસામાં નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં વરસાદી પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખો,
  • મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનો કરડવાથી બયો.
  • મચ્છરોના કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસ નો ઉપયોગ કરો.
  • સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખો, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.
  • તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડૉકટરનો સંપર્ક કરવો.