આજે ગુરુવાર અને ૧૭મી તારીખ છે. દેશના ઈતિહાસમાં ૧૭ ઓગષ્ટનો દિવસ જાણે સુવર્ણ અક્ષરે લખાયો હોય તે વધુ એકવાર ચરિતાર્થ થતું જોવા મળી રહ્યું છે, કારણ કે આ જ દિવસે જોગાનુજોગ દેશના એવા બે સતપુરુષની અંત્યેષ્ટિનો દિવસ છે જેઓએ પોતાનું જીવન રાષ્ટ્ર અને સમાજ સુધારણા માટે અર્પણ કર્યું છે.
હકીકતમાં ૧૬ ઓગષ્ટ, ૨૦૧૮ના રોજ ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું અને આજે એટલે કે ૧૭ ઓગષ્ટના રોજ તેઓના રાજધાની દિલ્હી સ્થિત સ્મૃતિ સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
એક પ્ર્રખર રાજનેતા એવા અટલજીના ૧૭મી ઓગષ્ટના રોજ કરાયેલા અંતિમ સંસ્કારના દિવસને એટલા માટે અન્ય સતપુરુષના અંતિમ સંસ્કારના દિવસ સાથેનો ગજબનો અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે અને સમયે બાબા અક્ષર પુરસોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા અને દેશના મહાન ગુરુઓમાંના એક પ્રમુખસ્વામીનો મહારાજનો પણ આ જ દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.
મહત્વનું છે કે, BAPS સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગષ્ટના રોજ ૯૫ વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયા હતા અને ત્યારબાદ તેઓના અંતિમ દર્શનનો લાભ હરિભક્તોને મળવો જોઈએ તે હેતુથી સંસ્થા દ્વારા બાપાના પાર્થિવદેહને -૧૦ ડિગ્રી તાપમાનની એક ખાસ પેટીમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ ૧૭ ઓગષ્ટના રોજ સાંજે ૫ વાગ્યાની આસપાસ હિન્દુ પરંપરા મુજબ તમામ વૈદિક મંત્રોચ્ચાર સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.
બીજી બાજુ પ્રમુખસ્વામી મહારાજ અને એક રાજનેતા તેનાજ પૂર્વ વડાપ્રધાન એવા અટલ બિહારી વાજપેયી વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હતા. વર્ષ ૧૯૯૯માં ભારતના વડાપ્રધાન બન્યા બાદ પ્રમુખસ્વામીના મહારાજના આશીર્વાદ લેવા માટે રાજ્યના પાટનગર ગાંધીનગર આવ્યા હતા. આ દરમિયાન તેઓએ આધ્યાત્મિક જીવન વિષે ચર્ચા કરી હતી અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ દરમિયાન અટલજીને આશીર્વાદ આપતા પ્રમુખસ્વામીએ કહ્યું હતું કે, “પોતાના સાચા હૃદય સાથે તમે દેશભક્તિનું કાર્ય કરો છો, જેથી તમારો યશ શાશ્વત રહેશે”.
BAPS સંસ્થાના વડા અને એક આધ્યાત્મિક ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો જન્મ ૭ ડિસેમ્બર, ૧૯૨૧ના રોજ વડોદરાના ચાણસદ ગામે થયો હતો, જયારે ભારતરત્ન અને દેશના પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનો જન્મ ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો.