આરોપ/ ભાજપના સાંસદ નિશીકાંત દુબેનો આરોપ મહુઆ મોઇત્રાએ મને બિહારી ગુંડા તરીકે સંબોધયો

ભાજપના સભ્યોએ સહી કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે સમિતિના અધ્યક્ષ શશી થરૂરે કોરમના અભાવને ટાંકીને બેઠક મુલતવી રાખવાની ઘોષણા કરી હતી.

Top Stories
moitra ભાજપના સાંસદ નિશીકાંત દુબેનો આરોપ મહુઆ મોઇત્રાએ મને બિહારી ગુંડા તરીકે સંબોધયો

પેગાસસ મુદ્દે સંસદની અંદર જ નહીં બહાર પણ  હંગામો પણ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે આજે યોજાનારી સંસદીય સમિતિની બેઠક કોરમના અભાવે મુલતવી રાખવામાં આવી હતી. આ સમય દરમિયાન સમિતિના સભ્ય અને ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લગાવ્યો છે મને મોઇત્રાએ બિહારી ગુંડો કહ્યો છે.

આઇટી મંત્રાલય અંગેની સંસદીય સ્થાયી સમિતિની આજની બેઠકમાં એક વિચિત્ર પરિસ્થિતિ ઉભી થઈ હતી સમિતિના ભાજપના સભ્યો બેઠકમાં પહોંચ્યા હતા પરંતુ તેઓએ હાજરી રજિસ્ટર પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં બેઠકમાં સામેલ કોંગ્રેસ સહિત એનડીએના બિન સભ્યોએ એમ કહીને વાંધો નોંધાવ્યો કે તેઓ રજિસ્ટર પર સહી કર્યા વિના બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. આ પછી પણ, જ્યારે ભાજપના સભ્યોએ સહી કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે સમિતિના અધ્યક્ષ શશી થરૂરે કોરમના અભાવને ટાંકીને બેઠક મુલતવી રાખવાની ઘોષણા કરી હતી.

અધ્યક્ષ સહિત સંસદીય સમિતિમાં કુલ સભ્યોની સંખ્યા 31 છે, જ્યારે બેઠક માટે ઓછામાં ઓછા 11 સભ્યોની હાજરી ફરજિયાત છે. બેઠક મુલતવી રાખ્યા બાદ સમિતિના સભ્ય અને કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે આઇટી મંત્રાલય અને ગૃહ મંત્રાલયના અધિકારીઓ કે જેમની મીટિંગમાં બોલાવવામાં આવ્યા છે તે પણ પહોંચી શક્યા નથી.

આ બેઠકમાં પહોંચેલા ભાજપના સાંસદ નિશીકાંત દુબેએ સમિતિના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર સનસનાટીભર્યા આક્ષેપ કર્યા હતા. દુબેએ એક ટ્વીટમાં દાવો કર્યો હતો કે બેઠકમાં મોઇત્રાએ તેમને બિહારી ગુંડો તરીકે સંબોધન કર્યું હતું.