Education/ આ રાજ્યની સરકાર દ્વારા આઠમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા નહીં યોજાય, 31 માર્ચ સુધી શાળાઓ…

કોરોના સંક્રમણને કારણે બાળકોના વાલીઓ થી માંડી અને સરકાર માટે યોગ્ય નિર્ણય શક્તિ માંગી લે તેવો વિષય હોય તો તે શિક્ષણ છે. કોરોનાના સંક્રમણની વકરતી જતી પરિસ્થિતિની વચ્ચે સ્કૂલો ખોલવી કે

India
a 69 આ રાજ્યની સરકાર દ્વારા આઠમા ધોરણ સુધીના બાળકોની પરીક્ષા નહીં યોજાય, 31 માર્ચ સુધી શાળાઓ...

કોરોના સંક્રમણને કારણે બાળકોના વાલીઓ થી માંડી અને સરકાર માટે યોગ્ય નિર્ણય શક્તિ માંગી લે તેવો વિષય હોય તો તે શિક્ષણ છે. કોરોનાના સંક્રમણની વકરતી જતી પરિસ્થિતિની વચ્ચે સ્કૂલો ખોલવી કે નહીં તે બાબતે સરકાર સહિત વાલીઓ અને શિક્ષણવિદોમાં મતમતાંતર જોવા મળે છે. તેની વચ્ચે કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇને મધ્યપ્રદેશ સરકારે સ્કૂલોને લઇને મોટો નિર્ણય લીધો છે. મધ્ય પ્રદેશ સરકારે નિર્ણય લીધો છે કે હવે ધોરણ 1 થી લઇને 8મી સુધીના કલાસ 31 માર્ચ-2021 સુધી ખોલવામાં આવશે નહીં. કોરોનાના કારણે સ્કૂલોને લઇને મધ્ય પ્રદેશ સરકારની નવી ગાઇડલાઇન મુજબ હવે પ્રદેશમાં નવા શૈક્ષણિક સત્ર 01 એપ્રિલ 2021થી શરુ થશે.

મધ્યપ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એ અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો છે ચાલુ શિક્ષણ સત્રમાં આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા નહીં યોજવામાં આવે. તેમજ આ વિદ્યાર્થીઓના પરીક્ષણ માટે ધોરણ 1 થી 8 સુધી પ્રોજેક્ટ વર્કના આધાર પર મૂલ્યાંકન કરવામાં આવશે. આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 10માઅને 12મા ધોરણના વર્ગો ટૂંક સમયમાં શરુ કરવામાં આવશે અને તેઓની બોર્ડની પરીક્ષા પણ લેવાશે. જ્યારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ સ્કૂલ બોલાવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શુક્રવારે સાંજે સ્કૂલ શિક્ષણ વિભાગની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્કૂલ શિક્ષણ મંત્રી ઇંદર સિંહ પરમાર અને મુખ્ય સચિવ ઇકબાલ સિંહ બેંસ પણ સામેલ થયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મધ્યપ્રદેશમાં સ્કૂલ શિક્ષણ ક્ષેત્રમાં ‘રેડિકલ’ પરિવર્તન લાવવાનું છે જેનાથી અહીનું શિક્ષણ સર્વોત્તમ થઇ શકે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…